गुजरात

રાજકોટ જિલ્લા માં નલ સે જલ યોજના અંતર્ગત કામો પૂર્ણતા ના આરે…

Anil Makwana

રાજકોટ

રિપોર્ટર નયનભાઈ ગઢવી,

જળ એજ જીવન ,અને તેજ જળ ને નળ ના માધ્યમ થી ઘેર ઘેર પાણી પોચાડવાના સ્વપ્નદૃષ્ટા ભારત ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન ને સાકાર કરતું વાસ્મો. ‘નલ સે જલ’ પ્રોજેક્ટ પર લગભગ 82 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીમાં ગુજરાતના તમામ ઘરોને નળના પાણીના જોડાણો મળશે, એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે આ યોજના માટે કરોડો રૂપિયા ફાળવ્યા છે

આ યોજના હેઠળ હજુ ૯ લાખ પરિવારોને આવરી લેવાના બાકી છે ત્યારે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર આગામી ૧૦ મહિનામાં દર મહિને એક લાખ પરિવારોની ગતિએ તમામ પરિવારોને નળના પાણીના જોડાણો આપશે. “અમે હેન્ડપંપ પરની અમારી નિર્ભરતાને દૂર કરવા અને નળ કનેક્શન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવા માંગીએ છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2024નો લક્ષ્યાંક નક્કી કર્યો હોવા છતાં, ગુજરાત આગામી ૧૦ મહિનામાં આ લક્ષ્યાંક પૂરો કરશે.

ઓગસ્ટ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ‘નલ સે જલ’ યોજનાનો ઉદ્દેશ્ય 2024 સુધીમાં દરેક ગ્રામીણ પરિવારને કાર્યાત્મક નળના પાણીનું જોડાણ પૂરું પાડવાનો છે.
વાસ્મો ના મુખ્ય સેક્રેટરી, મુખ્ય ઈજનેર શ્રી રામચંદાણી ની મહેનત આજ ગુજરાત ના ગામડે ગામડે દેખાઈ રહી છે, તેમાં રાજકોટ જિલ્લો પણ બાકાત નથી.રાજકોટ જિલ્લા ના વાસ્મો ના યુનિટ મેનેજર શ્રી પી એન ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ રાજકોટ તેમજ મોરબી જિલ્લા ના નલ સે જલ યોજના ના કામો માં સંતોષ કારક કામગીરી થઈ રહી છે.

Related Articles

Back to top button