ગુજરાત સરકારની વધુ એક ભરતી પરીક્ષા વિવાદમાં, હાઈકોર્ટે મુકી દીધો સ્ટે
અમદાવાદઃ માહિતી વિભાગના વર્ગ 1 અને 2ની અલગ અલગ પોસ્ટની ભરતીના વિવાદમાં હાઇકોર્ટે ડેપ્યુટી ડાયરેક્ટર, વર્ગ-૧ અને ૨ની ભરતી પ્રક્રિયા આગળ વધારવા પર લગાવી રોક લગાવી છે. ભરતી માટેના સિલેક્ટ લિસ્ટ પર હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. અમુક ઉમેદવારોએ હાઇકોર્ટમાં ભરતી પ્રક્રિયાને આપ્યો હતો પડકાર.
ઇન્ટરવ્યૂ લેવા માટે 5 વ્યક્તિની પેનલના તમામ સભ્યોએ હાજર રહી ઇન્ટરવ્યૂ લીધા નથી. અરજદારની રજુઆત ‘100 માર્ક ઇન્ટરવ્યૂ માં પેનલના દરેક સભ્યોએ માર્ક આપવાના હોય છે પરંતુ પેનલના સભ્યોની સંખ્યા ઓછી હોવાના કારણે ઉમેદવારોને અપાયેલા માર્કમાં સમાનતા જળવાઈ નથી’. હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે પૂછ્યું. આવું કઈ રીતે ચાલે? ભરતી પ્રક્રિયામાં સમાન તક ના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું કોર્ટનું પ્રાથમિક તારણ.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આ કૌભાંડ સામે આવ્યા પછી આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી હતી. આ કૌભાંડમાં તમામ 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પરીક્ષાર્થીઓના હિતમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. હેડ ક્લાર્કની લેખિત પરીક્ષા રદ કરવામાં આવે છે. હેડ ક્લાર્કની પુનઃ પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવશે. કોઈની ઉંમર વધુ થતી હશે તો તેને છુટછાટ આપવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા યોજાઇ તે પહેલા જ પેપરલીક કાંડના આરોપીઓને સજા થાય તેવો દાખલો બેસાડીશું.
તેમણે કહ્યું કે, પેપર લીક કાંડમાં તાત્કાલીક તપાસના આદેશ અપાયા. પેપર લીક કાંડના મીડિયાના અહેવાલ બાદ પોલીસે ત્વરીત કાર્યવાહી કરી. પેપર લીક કાંડ કેસમાં પ્રાંતિજ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. પેપર લીક કાંડ કેસમાં અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આજદીન સુધીમાં 30 લાખની રોકડ જપ્ત કરી છે. આવનારા દિવસોમાં રોકડની રકમ વધશે તેવી આશંકા છે. તમામ આરોપીઓ સામે કડકમાં કડ પગલા લેવામાં આવશે. આ ઐતિહાસિક સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવું સંકલન કરાશે. ફાસ્ટ્ર ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવા માટે વિભાગો વચ્ચે સંકલન કરાશે.
નોંધનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્ક પેપર લીક મામલે પોલીસે મુખ્ય આરોપી જયેશ પટેલની ધરપકડ કરી લીધી છે. જયેશ પટેલ સહિત બે પરિક્ષાર્થીની પણ ધરપકડ કરાઈ. રિતેશ પ્રજાપતિ અને રોનક સાધુની ધરપકડ કરાઈ.