गुजरात

દેવગઢબારિયામાં હર્ષનો પ્રસંગ માતમમાં ફેરવાયો, જમ્યા બાદ ચાર લોકોના રહસ્યમ રીતે મોત, 12 સારવાર હેઠળ

દેવગઢબારિયા: તાલુકાના ભુલવણ ગામ ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્ર્મમાં જમણવાર બાદ ચાર લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 12 ગામજનો ગંભીર છે જેમને સારવાર માટે દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે. આ અંગે પ્રાથમિક માહિતી પ્રમાણે, આ લોકોના મોત ફૂડ પોઇઝનિંગના કારણે થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, સાચું કારણ તો ફોરેન્સિક રિપોર્ટ આવશે તે બાદ જ જાણવા મળશે.

હર્ષનો પ્રસંગ માતમમાં ફેરવાયો

દેવગઢબારિયા તાલુકાના ભૂલવણ ખાતે યોજાયેલા એક ધાર્મિક કાર્યક્ર્મમાં જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતાં પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ધૂમધામથી ઉજવાઇ રહેલા કાર્યક્ર્મમાં રાખવામા આવેલા જમણવારમાં લોકોએ ભોજન લીધા બાદ કેટલાક લોકોની તબિયત બગડી હતી. જેમાંથી ચાર લોકો મોત નિપજ્યાં હતા. જ્યારે 12 જેટલા લોકોની તબિયત વધુ લથડતા દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા હતા.

કોના કોના થયા છે મોત

આ પ્રસંગે, કનુભાઇ સોમાભાઇ માવી, દલસિંહભાઇ ધનજીભાઇ માવી, બાબુભાઇ ફુલજીભાઇ માવી અને સનાભાઇ ભવનભાઇ માવીનું મોત થઇ ગયું હતું.

દારૂનું સેવન પણ કર્યાની વાતો

ભુલવણ ગામે વર્ષોથી ચાલી આવતા પરંપરાગત રિવાજ પ્રમાણે, ગામના દેવની પૂજા અર્ચના થતી હોય છે. આ પરંપરા મુજબ ભૂલવણ ગામે દેવની પૂજા એટલે કે, જાતર કરવામાં આવી હતી. જેમાં દસ દિવસ સુધી ગામના દેવની પૂજાઅર્ચના કરી અગિયારમાં દિવસે ગ્રામજનોએ એકત્ર થઈ દેવસ્થાને સાથે જમીને જાતરની પૂજા પૂર્ણ કરે છે. જોકે, આમાં લોકોના જણાવ્યા પ્રમાણે, આ પુજા બાદ લોકોએ દારૂનું પણ સેવન કર્યું હતુ.

Related Articles

Back to top button