અમદાવાદ એરપોર્ટ પર તંત્ર સજ્જ, છેલ્લા એક સપ્તાહમાં આવ્યા 9800 પ્રવાસીઓ
અમદાવાદ, ઓમિક્રોન અંગે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અગાઉથી જ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર શૈલેષ પરમારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ ગ્રામ્યમાં 50 પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે.જેમાં 3 પ્રવાસીઓ હાઈરિસ્ક દેશમાંથી આવ્યા છે.જ્યારે 47 પ્રવાસીઓ લોરીસ્ક દેશમાંથી આવ્યા છે.તમામ પ્રવાસીઓ હોમ કોરોન્ટાઇ રાખવામાં આવ્યા છે.14 દિવસ કોરોન્ટાઇ રહેવાનું રહશે.જેમાં 7 દિવસ હોમ કોરોન્ટાઇ ત્યાર બાદના 7 દિવસ સેલ્ફ કોરોન્ટાઇ રહેવાનું રહેશે. પ્રવાસીઓ અમદાવાદ એરપોર્ટ પર રિપોર્ટ થયા બાદ 4 દિવસે અને 8 દિવસે ફરી ટેસ્ટ કરવામાં આવશે.નિયમોનો ભંગ કરશે તો એપેડમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.પોલીસનો પણ સહયોગ લેવામાં આવ્યો છે.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા એક સપ્તાહમાં 9800 પ્રવાસીઓ વિદેશથી આવ્યા છે.જેમાં હાઈરીસ્ક દેશમાંથી આવેલા તમામ પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.અને લોરિસ્ક દેશમાંથી આવેલા પ્રવાસીઓમાંથી 2 ટકા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.