गुजरात

‘ઉડતા ગુજરાત’: અમેરિકાથી ઓનલાઇન ડ્રગ્સ મંગાવી વેચતા બે અમદાવાદીઓની ધરપકડ

અમેરિકાથી ઓન લાઈન ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરનો સંપર્ક કરીને હવાલા સિસ્ટમથી cryptocurrency મારફતે પેમેન્ટનું ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયરથી પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવીને સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે.

અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ઓનલાઈન ડ્રગ્સ મંગાવીને વેચાણ કરતા આનંદનગરનાં રહેવાસી વંદિત પટેલ અને વેજલપુરનાં પાર્થ શર્માની ધરપકડ કરી લેવામાં છે. આરોપીઓ પાસેથી પોલીસે અમેરિકન હાઇ બ્રીડ ગાંજો, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેજિક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બંને આરોપીઓ ઓનલાઈન ડ્રગ્સ મંગાવીને અમદાવાદ અને સુરત શહેરમાં વેચતો હતો. અને ડ્રગ્સ વેચવા માટે ખાસ કરીને કોલેજોનાં યુવાધનને ટાર્ગેટ કરતો હતો. જેમનો સંપર્ક તે કેટલીક એપ્લિકેશન મારફતે કરતો હતો. જ્યારે પોતે બોપલમાં સલૂન ચલાવતો હતો અને ત્યાં આવતા ગ્રાહકોને પણ ડ્રગ્સ પૂરું પાડતો હતો.

મુખ્ય આરોપી વંદિત પટેલ વર્ષ 2018 માં અભ્યાસ અર્થે સિંગાપુર ગયો હતો. અને પોતે એજ્યુકેટેડ હોવાથી અને ઇન્ટરનેટ, ડાર્ક વેબ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ ચેઇન, cryptocurrency આ તમામ અંગે સારી એવી જાણકારી ધરાવતો હતો. જેને કારણે ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ્સ સપ્લાયરોનો ઓનલાઇન સંપર્ક કરીને હવાલા સિસ્ટમ મારફતે વિદેશોમાં cryptocurrencyથી પેમેન્ટની ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાતમાં અલગ-અલગ સરનામાં પર દ્રાક્ષનાં પાર્સલો મંગાવતો હતો. જો કે સ્કેનર માં પકડાઈ ના જાય તે માટે ખાસ પ્લાસ્ટિક ની બેગ માં ડ્રગ્સ છુપાવીને કોઈ પણ વસ્તુઓેની આડમાં ડ્રગ્સ મંગવતો હતો. પોલીસે આ પ્લાસ્ટિકની બેગ પણ કબ્જે કરી છે. જે બેગ બનાવવા માં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે તેની જાણકારી મેળવવા માટે તેને એફએસએલમાં પણ મોકલવામાં આવશે.

હાલમાં આરોપીની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે લોકલ ચરસ તે હિમાચલ પ્રદેશથી મંગવતો હતો. જ્યારે તેની પૂછપરછમાં અન્ય આરોપીઓ હિમાચલ પ્રદેશના ગુડ્ડુ ભાઈ, સુરતનાં ફેનીલ, બોપલનાં નીલ પટેલ, શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા વિપુલ ગોસ્વામી , થલતેજનાં જીલ પરાઠે અને વાપીનાં આકીબ સિદ્દીકીનું નામ બહાર આવ્યું છે. પોલીસે તેમને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી એ અત્યાર સુધીમાં રૂપિયા એક કરોડથી વધુ રકમનું ડ્રગ્સ વેચી દીધું હોવાનું સામે આવ્યો છે. જ્યારે પકડાયેલ અન્ય આરોપી પાર્થ શર્મા પણ મંગાવેલ ડ્રગ્સનો જથ્થો જ્યાં રાખવામાં આવ્યો છે. તેનું ધ્યાન રાખતો ઉપરાંત જ્યારે મુખ્ય આરોપી ગેરહાજર હોય ત્યારે તે લોકોને ડ્રગ્સ પૂરું પાડતો હતો. જેના બદલેમાં તેને દર મહિને રૂપિયા 20 થી 25 હજાર મળતા હતા.

Related Articles

Back to top button