રાજકોટ : 3 વ્યક્તિઓના ઋષિકેશમાં નદીમાં ડૂબી જવાથી મોત, લોહાણા પરિવાર પર આભ ફાટ્યું
રાજકોટ : સોમવારના રોજ રમા એકાદશીથી દિવાળીના સપ્ત દિવસીય તહેવારની શરૂઆત થઇ છે. ત્યારે બીજી તરફ રાજકોટના લોહાણા પરિવારના ત્રણ સભ્યો ઉત્તરાખંડમાં ઋષિકેશમાં નદીમાં ડૂબી ગયાના સમાચાર પણ સામે આવ્યા છે. આમ, તહેવાર સમયે જ જાણે કે લોહાણા પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.
વાતચીતમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટના જામનગર રોડ પર સરકારી પ્રેસ કોલોનીમાં રહેતા દિલીપભાઈ કારીયા પુત્રી, જમાઈ, તેમજ દોહિત્રી અને જમાઈ સાથે ઋષિકેશ ગયા હતા. આ સમયે સોમવારની મોડી સાંજે નીલકંઠ મહાદેવ પાસે આવેલા ભીમ ચડ્ડામાં તેમની દોહિત્રી નાહવા ગઈ હતી. ત્યારે નાના નાના પથ્થરો પર પગ આવતા તે ગબડી પડી હતી. આજે સમયે નદીમાં ઓચિંતું પાણીનો પ્રવાહ વધતાં તે તણાઈ ગઈ હતી. જેને બચાવવા પરિવારના અન્ય સભ્યો પણ પાણીમાં કૂદ્યા હતા. પરંતુ કમનસીબે એક જ પરિવારના ત્રણ સભ્યો ડૂબી જતા પરિવારમાં માતમ છવાયો છે. ત્રણ વ્યક્તિ પૈકી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે કે અન્ય બે વ્યક્તિઓના મૃતદેહની શોધખોળ શરૂ છે.