આજે ગુજરાતનાં આ વિસ્તારોમાં પડશે વીજળીના કડાકા સાથે વરસાદ, જાણો કઇ તારીખથી થશે ચોમાસાની વિદાય
અમદાવાદ: ગુજરાતમાં ખૈલેયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે, ગુજરાતમાં આ વખતે નવરાત્રિના પહેલા નોરતે એટલે 7 ઓક્ટોબરથી ચોમાસું વિદાય લઇ શકે છે. નૈઋત્યનું ચોમાસું ગુરૂવારથી જ ગુજરાતમાં તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દેશે. ગુજરાતમાં આ વખતે જુલાઇ અને ઓગસ્ટમાં ઓછો વરસાદ થયો પરંતુ સપ્ટેમ્બરમાં સારો વરસાદ થતા રાજ્યમાં ચોમાસાની ઘટ નથી રહી. આ વખતે ગુજરાતમાં ચોમાસા દરમિયાન 31.44 ઈંચ સાથે મોસમનો સરેરાશ 95 ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા, અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં વીજળીની ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.