गुजरात

આડેસર ગામમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ

આડેશર. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ઇન્ચાર્જ ના.પો.અધિ.શ્રી વી.આર.પટેલ સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી ડી.એમ.ઝાલા સાહેબ નાઓની સુચના – માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબિશન / જુગાર અંગેની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ ડ્રાઇવનું આયોજન કરેલ હોઇ અને અસરકારક કામગીરી કરવા કડક સુચના આપેલ હોઇ . જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલનાઓને મળેલ ખાનગી બાતમી હકિકત આધારે આડેસર ગામના બેચરીયા વાસમાં રહેતા ભીખાભાઇ દેવાભાઇ પરમારના રહેણાંક મકાનની આગળ પૈસા વડે હારજીતનો જુગાર રમતા ઇસમોને પકડી પાડી તેઓ વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .

 

પકડાયેલ આરોપી.

 

( ૧ ) દેસરાભાઇ ખોડાભાઇ પરમાર , ઉ.વ .૬૩ , ધંધો.મજુરી , રહે.મરંડવાસ , આડેસર , તા.રાપર

 

( ૨ ) ભીખાભાઇ દેવાભાઇ પરમાર , ઉ.વ .૫૦ , ધંધો.પ્રા.નોકરી , રહે.બેચરીયાવાસ , આડેસર , તા.રાપર

 

( ૩ ) ગણેશાભાઇ ખોડાભાઇ પરમાર , ઉ.વ .૫૦ , ધંધો.મજુરી , રહે.મરંડવાસ , આડેસર , તા.રાપર

 

કબ્જે કરેલ મુદ્દામાલની વિગત

૧ રોકડા રૂપિયા /૧૬,૩૫૦

૨ મોબાઇલ ફોન નંગ- ૦૧ /૫૦૦

૩ ગંજી પાના નંગ – 00/00

કુલ કિંમત રૂપિયા ૧૬,૩૫૦ /

 

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સાથે રહીને કરેલ છે .

Related Articles

Back to top button