કેદી જાપ્તામાંથી ફરાર થયેલ હત્યાના આરોપીને પકડી પાડતી આડેસર પોલીસ
આડેશર. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
માનનીય પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ , ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી ડી.એમ.ઝાલા સાહેબ , રાપર સર્કલ રાપર નાઓની સુચના – માર્ગદર્શન મુજબ “ તા .. ૦૬/૦૯૨૦૨૧ ના રોજ કેદી જાપ્તામાંથી હત્યાના બે આરોપીઓ નાશી ગયેલ હોય જેઓને પકડવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ . જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ નાઓને પૂર્વ બાતમી મળેલ હતી કે , “ તા -૦૬ / ૦૧૯૨૦૨૧ ના રોજ કેદી જાપ્તામાંથી ફરાર થયેલ આરોપીઓ પૈકી આરોપી તુલશી બાબુ કોલી રહે.સાપેડા , તા.રાપર વાળો છેલ્લા કેટલાક દિવસથી ભીમાસર ગામની સીમમાં આવેલ બાવળોની ઝાડીમાં સંતાયેલ છે . ” તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાની ખરાઇ કરવા સારૂ વોચ ગોઢવવામાં આવેલ હતી.તે દરમ્યાન ઉપરોક્ત આરોપી સદરહુ જગ્યાએ હાજર છે તેવું ચોક્કસ થતા પો.સ.ઇ.શ્રી બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા સદરહુ જગ્યાએ જઇ મજકુર ઇસમની વોચમાં રહી પકડી પાડી મજકુર ઇસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે , – પકડાઇ જુનાર ઇસમ તુલશી બાબુ કોલી , ઉ.વ .૨૨ , ધંધો.મજુરી , રહે.સાપેડા ( કારૂડા ) , તા.રાપર , જી.ભુજ કચ્છ .
આરોપીના ગુના ( ૧ ) રાપર પો . સ્ટે . પાર્ટ “ એ ” ગુ.ર.નં .૧૧૯૯૩૦૧૦૨૧૦૦૫ ૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૦૨ , ૩૨૮ , ૧૧૪ મુજબ કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી : આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી બી.જી.રાવલ તથા પો.કોન્સ.શૈલેષભાઇ ચૌધરી તથા વિષ્ણુદાન ગઢવી તથા ઇશ્વરભાઇ કાંદરી તથા સગથાજી મકવાણા તથા મહેન્દ્રસિંહ છાયદરા તથા યંતિભાઇ ચૌધરી તથા દશરથભાઇ ચૌધરી તથા ડ્રા.પો.કોન્સ.ભગવાનભાઇ ચૌધરી નાઓએ સાથે રહીને કરેલ છે .