પ્રોહિબિશન અંગેની ડ્રાઇવ દરમ્યાન ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ
આડેશર. કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સા . ભચાઉ વિભાગ ભચાઉ નાઓની સુચના – માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન / જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ.જે ડ્રાઇવ અંતર્ગત પો.સ.ઇ.શ્રી બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સદરબીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન પો.સ.ઇ.શ્રી બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે “ પલાસવા ગામના હેમતભાઇ અરજણભાઇ રાઠોડ ( રાજપૂત ) તેના રહેણાંક મકાનની બાજુમાં આવેલ વાડામાં રાખેલ ઘાસચારાની નીચે ઇંગ્લીશ સંતાડી રાખેલ છે ” .તેવી બાતમી આધારે સદરહુ જગ્યાએ જઇ પ્રોહિ અંગેની રેઇડ કરતા નીચે મુજબનો પ્રોહિ મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિ.એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .
હાજર ન મળી આવેલ આરોપી :
( ૧ ) હેમતભાઇ અરજણભાઇ રાઠોડ ( રાજપુત ) , રહે.પલાસવા , તા.રાપર
કબજે કરેલ મુદ્દામાલ :
અનું મુદામાલની વિગત કિ.રૂ. ગોલ્ડન એસી બ્લ્યુ ફાઇન વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ -૫૯ ૧૭,૭૦૦ / જેની એક બોટલની કિ.રૂ .૩૦૦ / – લેખે મેકડોવેન્સ નં .૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ના ૧૮૦ એમ.એલ.ના ૧૩,૭૦૦ / ક્વોટરીયા નંગ – ૧૩૭ જે એક ક્વોટરની કિ.રૂ .૧૦૦ / – લેખે કુલ કિ.રૂ. ૩૧,૪૦૦
કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી :
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓએ સાથે રહીને કરેલ છે .