દસ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ
અંજાર કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઇ જે આધારે પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એન.રાણા તથા સ્ટાફના માણસો અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ . એમ.એન.રાણા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અંજાર પોલીસ સ્ટેશન એમ . કેશ નં .૦૬ / ૨૦૧૦ ઇ.પી.કો. કલમ -૪૦૬,૪૨૦ , ૪૬૩,૪૬૫ , ૪૬૭ , ૪૭૧,૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબના ગુના કામેનો આરોપી પ્રેમજીભાઇ વેલજીભાઇ હડીયા રહે.વીડી તા.અંજાર વાળો અંજાર તાલુકાના વીડી ગામની વાડી વિસ્તારમાં હોવાની હકીકત આધારે સ્ટાફના માણસો સાથે તપાસ કરતા મજકુર આરોપી મળી આવતા તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .
પકડાયેલ આરોપી
પ્રેમજીભાઇ વેલજીભાઇ હડીયા ( સોરઠીયા ) ઉ.વ .૨૦ રહે.દેવળીયા રોડ , વીડી વાડી વિસ્તાર , વીડી તા.અંજાર
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એન.રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .