गुजरात

શિક્ષકોની વ્યથા: જાણો શિક્ષણ સિવાય એક શિક્ષક પાસે કેટલી કરવામાં આવે છે કામગીરી

અમદાવાદ: એવું કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. એક વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષક નો સિંહ ફાળો હોય છે. દેશ ભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને રાજ્ય સરકારે પણ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર શિક્ષકોનું સન્માન કર્યું. ત્યારે શિક્ષકો વતી યુનિયનના આગેવાનોએ સરકાર પાસે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓમાંથી મુક્તિ આપવા માંગ કરી છે.

વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર શિક્ષકને ગુરુની ઉપમા આપવામાં આવી છે. શિક્ષક ધારે એ વિદ્યાર્થીને સફળતાની ઉચ્ચાઈ સુધી પહોંચાડી શકે છે. પરંતુ બદલાતા સમયની સાથે શિક્ષકની હાલત કફોડી થઈ રહી છે. બીજીતરફ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શિક્ષકો હવે શિક્ષણ સિવાયની કામગીરી માંથી મુક્તિ આપવાની માંગ કરી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકોના યુનિયનના પ્રમુખ મનોજ પટેલ જણાવે છે કે જો ખરેખર શિક્ષક સન્માનની જો વાત થતી હોય તો શિક્ષકોને કલાસરૂમમાં જ રહેવા દેવા જોઈએ. અત્યારે સરકારની જર પણ કામગીરી આવે તેમ શિક્ષકોને કામગીરીઓ સોંપવામાં આવે છે પછી તે વસ્તી ગણતરીની વાત હોય કે કોઈ પણ સર્વેની વાત હોય. તો વળી થોડા સમય પહેલા ઉત્તર ગુજરાતમાં ખેતરોમાં તીડનો આતંક ફેલાયો હતો જે તીડ ઉડાડવાની કામગીરી શિક્ષકોને સોંપાઇ હતી.

કોઈપણ ડોર ડોર સર્વેની કામગીરી કરવાની હોય તો તેમાં પણ શિક્ષકને આ કામમાં જોતરવામાં આવે છે. અધૂરામાંપુરુ કોરોના કાળમાં સુરતમાં શિક્ષકોને સ્મશાનમાં લાશો ગણવા પણ બેસાડવામાં આવ્યા હતા. આગાઉ શિક્ષકોને શિક્ષકોને ઘરે ઘરે જઈ નિરક્ષરો  શોધવાનું કામ સોંપવામાં આવી હતી. રાજ્યમાં જે પણ લગ્ન સમારંભો, પાર્ટીઓ કે મેળાવડા થાય છે. ત્યાં ભોજન સમારંભમાં અન્નનો બગાડ થતો હોય છે. તે અન્નનો બગાડ અટકાવવા માટે લોકોની જાગ઼તિના કાર્યક્રમો કરવાની જવાબદારી સોંપાઈ હતી.

સરકાર દ્વારા શિક્ષકોને એટલા બધા કામો સોંપવામાં આવતા હોય છે કે શિક્ષક ખુદ ભૂલી જાય છે કે તેનું અસલ કાર્ય શું હોય છે.મહત્વનું છે કે પ્રાથમિક શિક્ષણ એ પાયાનું શિક્ષણ કહેવાય છે. કોઈ પણ બાળકને પાયાનું શિક્ષણ નબળુ મળે તો તેનું ભાવિ અંધકાર મય બની જાય છે. તેવામાં શિક્ષણ વિભાગને પ્રાથમિક શિક્ષકોને જ એક પછી એક કામની જવાબદારી સોંપાવામાં આવે છે. જો આટલી બધી કામગીરી શિક્ષકો કરે તો ખરેખર શિક્ષકનું મૂળ કામ ભણાવવાનું છે તે ક્યારે કરે તે એક સૌથી મહત્વનો પ્રશ્ન છે. અને એટલે જ આજનો શિક્ષક આવી ઈત્તરપ્રવૃત્તિઓમાંથી મુક્તિ માંગી રહ્યો છે.

Related Articles

Back to top button