गुजरात

વ્યાજના ચક્રવ્યુહમાં ફસાયેલા લોકોની રજુઆત સાંભળવા લોકદરબારનુ આયોજન કરતી પુર્વ – કચ્છ ગાંધીધામ પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર  કાંતિલાલ સોલંકી

બોર્ડર રેન્જ આઇ.જી.પી શ્રી જે.આર.મોથાલીયા સાહેબ , સરહદી રેન્જ ભુજનાઓ દ્વારા વ્યાજખોરોની બદી સદંતર નાબુદ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ હોય જેથી અત્રેના પુર્વ – કચ્છ ગાંધીધામ જીલ્લામાં વ્યાજખોરોના ચક્રવ્યુહમાં જે લોકો ભોગ બનેલ હોય તેઓ પોતાની રજુઆત રૂબરૂમાં નિર્ભય રીતે કરી શકે તે હેતુસર પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ , પુર્વ – કચ્છ ગાંધીધામ દ્વારા આગામી તા .૦૩ / ૦૯ / ૨૦૨૧ ના રોજ ૧૨/૦૦ વાગ્યે પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પુર્વ- કચ્છ ગાંધીધામ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલ છે .

આ લોક દરબારમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી અંજાર તથા ભચાઉ વિભાગનાઓ પણ હાજર રહેશે

આ લોકદરબારમાં વ્યાજ ખોરીને લગતી સમસ્યાઓનું નિરાકરણ તેમજ આ બદીથી લોકોને મુક્ત કરવા અને વ્યાજ ખોરી સંપૂર્ણ નાબુદ કરવા તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃતી આચરનાર ઇસમો દ્વારા ઉંચા વ્યાજે રૂપીયા આપતા હોય છે અને ભોગ બનનાર વ્યક્તિ ઉંચુ વ્યાજ ચુકવતો રહે છે . આવી ગેરકાયદેસર પ્રવૃતી સદંતર બંધ કરવા પુર્વ – કચ્છ ગાંધીધામ પોલીસ દ્વારા લોક દરબારનુ આયોજન કરવામં આવેલ છે . જેમાં વ્યાજખોરીને લગતી કોઇ પણ રજુઆત / ફરીયાદ હોય તો સીધા આ લોકદરબારમાં ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે તેમજ આ બાબતે આગાઉ અરજી કે કોઇ ફરીયાદ કરેલ હોઇ અને પોલીસની કાર્યવાહીથી સંતુષ્ટ ન હોય તેવા નાગરીકો પણ આ લોકદરબારમાં નિર્ભય પણે ભાગ લઇ પોતાની રજુઆત કરી શકશે . જેથી વ્યાજખોરીનો ભોગ બનેલ અરજદારોને પોતાની રજુઆત કરવા માટે ઉપરોક્ત તારીખ / સમયે જરૂરી આધારો સાથે હાજર રહેવા આથી જણાવવામા આવે છે .

Related Articles

Back to top button