રાપર પો.સ્ટે . વિસ્તાર માંથી ગેરકાયદેસર બંદુક પકડી પાડતી રાપર પોલીસ
રાપર. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
હે પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ , પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન મુજબ પુર્વ કચ્છ જિલ્લામાં ગેર કાયદેસર હથિયાર રાખતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ હોઇ જે અન્વયે રાપર પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટરશ્રી પી.એન.ઝીંઝુવાડીયા તથા પોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રાગપર ગામે આવતા સાથેના પોલીસ કોન્સ.વસરામભાઇ ચૌધરીને મળેલ ખાનગી રાહે બાતમી હકિકતના આધારે દિનેશ હિરાભાઇ કોલી ઉ.વ .૨૩ રહે ભીમગુડા વાડી વિસ્તાર , ત્રંબો તા.રાપર વાળાને ગેરકાયદેસર દેશી બંદુક સાથે પકડી પાડેલ તથા તેની સાથેનો બીજો ઈસમ દિલીપ દેવશી કોલી રહે કાનાણીવાંઢ તા.રાપર વાળો નાસી ગયેલ હોઇ ઉપરોક્ત બન્ને ઈસમો વિરુધ્ધ આર્મસ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીનું નામ :
દિનેશ હિરાભાઇ કોલી ઉ.વ ૨૩ રહે . ભીમગુડા વાડી વિસ્તાર ત્રંબો તારાપર નાસી જનાર આરોપીનું નામ : દિલીપ દેવશી કોલી રહે.કાનાણીવાંઢ તા.રાપર
કબજે કરેલ મુદામાલ :
એક સીંગલ બેરેલ હાથ બનાવટની દેશી બંદુક જેની કિમત રૂપિયા -૧૫૦૦ /
કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી : પો.ઇન્સ.શ્રી પી.એન.ઝીંઝુવાડીયા સાહેબ તથા પો.કોન્સ . વશરામભાઇ ચૌધરી , નરેશભાઇ ઠાકોર , મુકેશભાઇ ઠાકોર , ડ્રા.પો.કોન્સ બાબુભાઇ કારોત્રા વિગેરે જણાઓએ સાથે રહી કામગીરી કરેલ છે .