गुजरात

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા નાં નાવડા ગામના નગર શેઠ પ્રેમજીભાઈ મોણપરાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું.!

Anil Makwana

બરવાળા

રીપોર્ટર – રાઠોડ પ્રકાશ

નાવડા ગામના વતની નગર શેઠ અને અનેક સેવાકિય કામગીરીમાં પ્રવૃત્ત એવા શ્રી પ્રેમજીભાઈ મોણપરા ખુબ લાંબા આયુષ્ય બાદ સ્વર્ગ સિર્ધાયા છે ત્યારે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે નાવડા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.! ભાવનગર બ્લડ બેન્ક સાથે સંકલન કરી ગામના યુવાનો અને મોણપરા પરિવાર ના સદસ્યો દ્વારા રક્તદાન કરી પ્રેમજી દાદા ને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.! આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત અધ્યક્ષ ઘનશ્યામભાઈ વિરાણી, ધંધુકા વિધાનસભા બેઠક ના પૂર્વ ધારાસભ્ય શ્રી ભરતભાઇ પંડ્યા, બોટાદ જિલ્લા એસપી શ્રી હર્ષદ મહેતા, આર એમ એસ હોસ્પિટલ નાં પ્રમૂખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી શ્રદ્ધા સુમન પાઠવી સેવાકીય કામગીરીને બિરદાવી હતી.! રક્તદાન કેમ્પમાં 100થી વધારે લોકોએ રક્તદાન કરી લોક ઉપયોગી કામગીરી માં સહભાગી થયા હતા.

Related Articles

Back to top button
preload imagepreload image