બોટાદ પોલીસ વડાનો આગવો નવતર પ્રયોગ રક્ષાબંધન તહેવાર નિમિતે સમઢીયાળા નં.૧ ગામ દિવ્યબુધ્ધી આશ્રમ ખાતે ભાઇ-બહેન તથા પોલીસ સ્ટાફને રાખડી બાંધી ઉજવણી કરતી બોટાદ પોલીસ
Anil Makwana
બોટાદ
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ હંમેશા છેવાડાના માનવી સુધીની ચિંતા કરતાં હોય છે. સામાન્ય નાગરિકનું હિત હંમેશાં એમનાં દિલમાં વસેલું છે. માનવીય અભિગમ સાથે કાયદાની ચુસ્ત અમલવારીના સિદ્ધાંતને વરેલા છે.
દિવ્યબુદ્ધિ આશ્રમમાં રહેતાં ભાઈઓ બહેનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિતે ખાલીપો ન લાગે એ માટે પોલીસ અઘીક્ષકશ્રી, હર્ષદ મહેતા સાહેબ, વિભાગીય પોલીસ અઘીકારીશ્રી, રાજદિપસિંહ નકુમ સહેબ, પો.ઇન્સ.શ્રી, એચ.આર.ગોસ્વામી, બોટાદ પોલીસ સ્ટેશન તેમજ પો.ઇન્સ સુ.શ્રી આર.એમ.ચૌહાણ મહીલા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ સાથે રક્ષાબંધન તહેવાર નિમિતે સમઢીયાળા નં.-૧ ગામ દિવ્યબુધ્ધી આશ્રમ ખાતે જઈ ત્યાં રહેતાં આશરે 70 જેટલાં દિવ્યબુદ્ધિ ભાઈઓ બહેનો સાથે યાદગાર ઉજવણી કરી હતી.
રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે મહિલા પોલીસ કર્મચારીઓએ આશ્રમના દિવ્યબુદ્ધિ ભાઈઓને કુમ કુમ તિલક કરી રક્ષા બાંધીને મિઠાઈ ખવરાવી મોં મીઠાં કરાવ્યા હતાં. તેમજ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ સહિત શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ તથા હાજર તમામ પોલીસ અધિકારીશ્રી તથા કર્મચારીઓએ આશ્રમના દિવ્યબુદ્ધિ બહેનો પાસે કુમ કુમ તિલક સાથે રક્ષા બંધાવી મોં મીઠાં કરી આશીર્વાદ મેળવ્યાં હતાં.
આ દિવ્ય પ્રસંગે આશ્રમના તમામ ભાઈઓ બહેનોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો તથા દિવ્યબુદ્ધિ ભાઈઓ બહેનોના પગની રક્ષા માટે પગરખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.