પોતાનાથી નાના યુવક સાથે કર્યા પ્રેમલગ્ન, પછી થયું એવું કે, અમદાવાદનો વિચિત્ર કિસ્સો
અમદાવાદ: શહેરમાં રહેતી 28 વર્ષીય યુવતીને તેનાથી ઓછી ઉંમરવાળા યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડ્યું છે. યુવતી જ્યારે કોમ્પ્યુટર કલાસીસ ચલાવતી હતી ત્યારે ત્યાં આ યુવક આવતો હતો. બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં બંનેએ પરિવારની વિરુદ્ધ જઈને આ લગ્ન કર્યા હતા. યુવતી સાસરે રહેવા ગઈ બાદમાં તેને સાસરિયાઓનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો હતો. આટલું જ નહીં યુવતીને ગર્ભ રહેતા સાસરિયાઓ એ ગર્ભ રાખવાની ના પાડતા તેના પતિએ તેને ગોળીઓ ખવડાવી ગર્ભ રાખવા દીધો નહોતો. આખરે કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી વર્ષ 2016થી કલાપી નગર ખાતે કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવે છે. આ સાથે વસ્ત્રાલ ખાતે આવેલી એક કોલેજમાં અભ્યાસ કરે છે. 2017માં તેના કોમ્પ્યુટર ક્લાસીસમાં એક યુવક સિવિલ એન્જિનિયરિંગના ક્લાસીસ લેવા માટે આવતો હતો. જે દરમિયાન આ યુવતી અને યુવક ને મુલાકાત થઈ હતી. બાદમાં બંને વચ્ચે સંપર્ક વધતા બન્ને એક બીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બંને વચ્ચે વાતચીત થતી હતી ત્યારે બંને એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા અને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.