गुजरात

વિરામ બાદ રાજ્યમાં મેઘરાજાની સવારી આવી: આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે મૂશળધાર

અમદાવાદ: ગુજરાતમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે સામાન્ય પ્રજા પણ ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, દાહોદમાં ગઈકાલ રાતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. રાજયમાં હજુ 50 ટકા વરસાદની ઘટ છે.

4 જિલ્લાના 8 તાલુકામાં વરસાદ

બે દિવસ દક્ષિણ ગુજરાત માટે ભારે

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. જેમાં IMDના અઘિકારીએ જણાવ્યું છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જોકે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 311.82 મી.મી. વરસાદ નોંધાયો છે.

વરસાદ એકધારો નહીં પડે

તેમણે વધુમાં જણાવ્યું કે, તા. 18 અને 19 ઓગસ્ટથી ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે આ વરસાદનું વહન આગળ વધશે. 21થી 23 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જે બાદ ફરી 25 થી 28 ઓગસ્ટમાં પણ વરસાદની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો તેમજ સમગ્ર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ વરસાદ એકધારો નહીં પડે. કોઈ ભાગમાં પડશે કોઈ ભાગમાં નહીં પણ પડે. આ બધામાં મધ્ય ગુજરાતના ભાગોમાં તેમજ પૂર્વ મધ્ય ગુજરાતના પંચમહાલ ભાગમાં સારો વરસાદ પડશે. તેમજ અરવલ્લી, સાબરકાંઠા, પાલનપુર, મહેસાણાના ભાગો, બેચરાજી, સમી, વગેરે ભાગોમાં વરસાદ પડશે, તેમજ સુરેન્દ્રનગર ભાગોમાં કેટલાક સમયથી વરસાદ નથી તેવા પાટડી, દસાડા સહિતના વિસ્તારમાં વરસાદ રહેશે.

Related Articles

Back to top button