गुजरात

વરસાદની રાહનો અંત! ગુજરાતમાં મેઘરાજાની સવારી ચારેકોર ફરી વળશે, જાણો શું છે આગાહી

ગાંધીનગર: ગુજરાતમાંથી વરસાદે છેલ્લા બે સપ્તાહથી વિરામ લીધો છે જેથી ખેડૂતોની ચિંતા સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે. શ્રાવણ માસમાં ભાદરવા જેવી ગરમી પડી રહી છે. રાજ્યમાં માત્ર 12.26 ઈંચ સાથે મોસમનો સરેરાશ 37.09 % વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં વરસાદની 48% ઘટ છે. આ બધા વચ્ચે રાહતની વાત એ છે કે, ગુજરાતમાં હવે ફરી ચોમાસું જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 17મી ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સર્જાશે અને આગામી ગુરુવારથી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડી પર 17 ઓગસ્ટ, બુધવાર સુધીમાં લો પ્રેશર સર્જાશે. જે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થઇ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ,પંચમહાલ,ખેડામાં મધ્યમ વરસાદ પડી શકે છે.

Related Articles

Back to top button