શ્રી નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળામાં ૭૫ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ…
Anil Makwana

નખત્રાણા
રીપોટર – કમલેશ નાકરાણી
શ્રી નવાનગર નખત્રાણા કુમાર પ્રાથમિક શાળામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં બહુજન સમાજ પાર્ટીના કચ્છ જિલ્લા પ્રમુખ લક્ષ્મણભાઈ વાઘેલા એ રાષ્ટ્રધ્વજ ફરકાવી ને રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી.આ પ્રસંગે નગર કુમાર એસ.એમ.સી.ના અધ્યક્ષ ખીમજીભાઇ મારવાડા, ગ્રામ પંચાયતના સદસ્ય મુસાભાઇ કુંભાર, ખમિશાભાઈ ખત્રી, લક્ષ્મણભાઈ શેખા,કિરીટભાઈ દરજી, જુણસભાઈ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.શ્રી લક્ષ્મણભાઈ વાઘેલાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષકોની કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા. તેમણે બંધારણન ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના આદર્શોને જીવનમાં ઉતારવાની વાત કરી હતી. શાળાના આચાર્ય શ્રી રાજેશકુમાર પટેલિયાએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બાળકો અને વાલીઓને પર્યાવરણ બચાવવા માટે પર્યાવરણનું જતન કરવાની અને વૃક્ષારોપણ કરવાની વાત કરી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના રમેશભાઈ પુજારા, મિત્તલબેન પટેલ, અલ્પાબેન અબોટી, હિતેશભાઈ બારમેડાએ સહકાર આપ્યો હતો.શ્રી મૌલિકભાઈ ભાવસારે મતદાર જાગૃતિ અંતર્ગત પંચાયતના સભ્યો અને વાલીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અશોકભાઈ દવે કર્યું હતું. શાળાના આચાર્યશ્રી રાજેશ પટેલીયાએ સૌનો આભાર માન્યો હતો.