કચ્છ પ્રદેશમાં શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘની સ્થાપના કરવામાં આવી, તેમજ શ્રી યેશાબહેન ઠક્કર જેમને 41 માં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર ‘કચ્છ શક્તિ’ થી મુંબઈ ખાતે નૃત્યરત્ન બીરુદ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
કચ્છ પ્રદેશ સંગઠનના પ્રમુખ તરીકે શ્રી વીરેનભાઈ પુજારા તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રી ચિરાગભાઈ જોબનપુત્રાની વરણી કરવામાં આવી

કચ્છ
તા.08-08-2021 ના રોજ કચ્છ પ્રદેશ માં શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ ની સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારે ગુજરાત પ્રમુખ શ્રી કાછેલા ધવલભાઈ (કે.ડી.રઘુવંશી) દ્વારા કચ્છ પ્રદેશ સંગઠન ના પ્રમુખ તરીકે શ્રી વીરેનભાઈ પુજારા ની વરણી કરવામાં આવી છે અને એ ઉપરાંત કચ્છ પ્રદેશ ઉપપ્રમુખ તરીકે શ્રી ચિરાગભાઈ જોબનપુત્રા ની વરણી કરવામાં આવેલ છે.
આજ તા.08-08-2021 ના રોજ કચ્છ પ્રદેશ સંગઠન ના હોદેદારો શ્રીઓ તેમજ સભ્ય શ્રીઓ ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યા માં યુવાનો નો પ્રતિસાદ મળેલ હતો. અને આજ ના શ્રાવણ માસ ના દિવસે ૭૦ વૃક્ષો નો સુતેસ્વર મહાદેવ મંદિરે શુભ દિવસ પર વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
ભુજ ના પૂર્વ નગરસેવક શ્રી ઇન્દુબહેન ઠક્કર તેમજ સામાજિક કાર્યકર શ્રી અરુણભાઈ ઠક્કર હાજરી આપી હતી..તેમજ શ્રી યેશાબહેન ઠક્કર જેમને 41 માં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર ‘કચ્છ શક્તિ’ થી મુંબઈ ખાતે નૃત્યરત્ન બીરુદ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.તેને આજે રઘુવંશી યુવા શક્તિ સંઘ તરફ થી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.