गुजरात

જુગારનો ગણના પાત્ર કેશ શોધી કાઢતી ગાંધીધામ એ – ડીવીઝન પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

મે , પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફ નાં માણસોને પ્રોહિ જુગારના કેસો કરવા સુચના આપેલ હોઈ પો.કોન્સ . જગદિશભાઇ ખેતાભાઇ તથા રાજાભાઇ હિરાગર નાઓને મળેલ બાતમી આધારે મહેશ્વરીનગર ઝુપડા પુના સવા ચૌહાણ ના મકાન આગળ ખુલ્લી જગ્યામા ગંજીપાના વડે તીન પત્તીનો જુગાર રમતા રોકડા રૂપીયા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપીઓ :

( ૧ ) તળશીભાઇ બચુભાઇ ગવાણીયા ઉવ .૩૮ રહે.સપનાનગર ગાંધીધામ

( ૨ ) જયેશ રામચંદ રાઠોડ ઉવ .૩૪ રહે – મેઘપર ( બો ) તા.અંજાર

( 3 ) રાહુલ અશોકભાઇ પવૈયા ઉ.વ .૩૦ રહે – ગળપાદર તા.ગાંધીધામ

( ૪ ) પુનાભાઇ સવાભાઇ ચૌહાણ ઉવ .૩૦ રહે.મહેશ્વરીનગર ગાંધીધામ

( ૫ ) ભાવેશ વિનોદભાઇ વાઘેલા ઉવ .૩૫ રહે.કે.પી.ટી.કોલોની કંડલા

( ૬ ) રસુલ ઓસમાણ ઘાંચી ઉવ .૩૬ રહે.નવી સુંદરપુરી ગાંધીધામ

( ૭ ) મુકેશ મલુભાઇ ઝાલા ઉવ .૨૮ રહે.ભારતનગર ગાંધીધામ મુદ્દામાલની વિગતઃ

( ૧ ) રોકડા રૂપીયા ૧૫,૮૦૦ /

( ૨ ) મોબાઇલ નંગ -૦૫ કિ.રુ .૩૧,૫૦૦ /

( ૩ ) ગંજી પાના નંગ – પર કિ.રુ .૦૦ / ૦૦ કુલ મુદામાલ કિ.રૂ .૪૭,૩૮૦ / – . ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.જાડેજા નાઓની સુચનાથી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામા આવેલ છે

Related Articles

Back to top button