દહેગામ શહેરમાં દશામાંની મૂર્તિઓ વેચવા અને ખરીદવા શ્રધ્ધાળુ માનવ મહેરામણ ઉમટી પડી.
જાહેર રસ્તાઓ ગીચોગીચ જોતાં કોરોનાના સંકેત વર્તાય રહ્યો હોય..

દહેગામ
રિપોર્ટર – આર.જે. રાઠોડ. .
ભારત દેશ ધાર્મિકતાનો દેશ છે. અલગ અલગ ધર્મના લોકો આપણા દેશમાં વસ્યા છે. એટલે દિન પ્રતિદિન તહેવારો મનાવવામાં આવી રહ્યા છે.
દહેગામ શહેરનાં જાહેર રસ્તા પર અને માર્ગો પર અમાસના આગલા દિવસે ઠેરઠેર દશામાંની મૂર્તિઓ. પૂંજાપો. વ્રતમાં વપરાતી ચીજ વસ્તુઓ વેચવા બહારના વેપારીઓ જાહેર રસ્તાની બંને સાઇડો પર હાટડીઓ ખડકાઇ ગઇ હોય. હાલનાં સમય સંજોગોમાં ત્રીજી લહેરનાં સંકેત વર્તાય રહ્યા હોય. અગાઉ ગાંધીનગર જીલ્લા કલેક્ટરનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય તેમ છતાં લોકો જાણી બુઝીને લોકો દશામાં વ્રત સાથે કોરોનાને આવકાર આપી રહ્યા છે. એક તરફ વેપારીઓની હાટડીઓ આગળ ભારે ભીડનો જમાવડો જાહેર રસ્તા પર જોવા મળી રહ્યો છે. શ્રધ્ધાળુ ગ્રાહકો પણ મોઢે માસ્ક પહેર્યા વિના તેમજ સોશિયલ ડિસ્ટસન્સન રાખ્યા વિના ટોળે ટોળા મુર્તિ ખરીદી કરવા ઉમટી પડયા હતા. જવાબદાર તંત્ર ધાર્મિકતાના કારણે રોકરોક કરી શક્યા નથી. પણ જ્યારે કોરોનાનો હાહાકાર મચાવી દે ત્યારે નિર્દોષ લોકોને કોરોનાની લપેટમાં ભોગવવાનો વારો આવે તેવો ભય લોકોમાં વર્તાય રહ્યો છે.