મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને આર્થિક સહાય આપવામાં આવશે
Anil Makwana
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત કોરોનાની મહામારી દરમિયાન એક વાલી અથવા બંને માતા-પિતા ગુમાવનાર બાળકોને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ દ્વારા વાંસદા તાલુકા પંચાયત ખાતે તારીખ ૫/૮/૨૦૨૧ ના રોજ ચેરમેન ઓમપ્રકાશ અગ્રવાલ નવસારી બાળ કલ્યાણ સમિતિ તથા જીજ્ઞાબેન વૈદ તથા સમીરભાઈ પટેલ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારી તથા વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ અને વાંસદા બીજેપીના તમામ કાર્યકર્તાઓ દ્વારા લાભાર્થીઓના ૩૨૦ જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા. આ આયોજન હેઠળ એક વાલી ગુમાવનાર બાળકને માસિક રૂ. ૨૦૦૦ તેમજ માતા-પિતા બંને ગુમાવનાર ને માસિક રૂ. ૪૦૦૦ સીધા લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે.
આ પ્રસંગે વાંસદા તાલુકાના બીજેપી પ્રમુખ મણિલાલ ભાઈ, વિરલ વ્યાસ, ભગુભાઈ ,રાકેશ શર્મા, સંજય બીરારી, પ્રદ્યુમનસિંહ સોલંકી, રસિકભાઈ ટાંક, સતિષભાઈ અને તા. પં. સભ્યો ગ્રામ પંચાયતના સરપંચ હાજર રહીને લાભાર્થીઓના ફોર્મ ભરવામાં મદદરૂપ થયા હતા. તેમજ અંતમાં આવેલ તમામ લાભાર્થીઓના ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યા હતા.