ખેડૂતોના દેવા માફ કરનારી એકમાત્ર સરકાર કોંગ્રેસ છે, ભાજપની સરકારે માત્ર ખેડૂતોનું લોહી ચુસ્યું છે માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ.ડી.પટેલ
છેલ્લા પાંચ વર્ષમાં માત્રને માત્ર ખેડૂતોને છેતરવાનું કામ આ સરકારે કર્યું છે - અનંત પટેલ
વાંસદા
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ અને નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિનો ખેતી બચાવો ખેડૂત બચાવોનો કાર્યક્રમ વાંસદા ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં રાખવામાં આવ્યો હતો નવસારી જિલ્લામાં ૧ ઓગસ્ટથી ૯ ઓગસ્ટ સુધી પાંચ વર્ષની રૂપાણી સરકારની ઉજવણી કરી રહી છે. જેમાં કોસન સન્માન દિવસની સામે સમાંતર કાર્યક્રમો નવસારી જિલ્લામાં કાર્યકારી પ્રમુખ અને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં થઈ રહ્યા છે. જેમાં શિક્ષણ બચાવો શાળા બચાવોનો કાર્યક્રમ નવસારી શહેર ખાતે અન્નસુરક્ષા અધિકારનો કાર્યક્રમ નવસારી તાલુકા ખાતે અને નારીસુરક્ષા અભિયાન મહિલા કોંગ્રેસ થકી નવસારી નગરપાલિકાના ઘેરાવ સાથે રાખવામાં આવ્યો હતો. જેના અંતર્ગત ખેતી બચાવો ખેડૂત બચાવોનો કાર્યક્રમ વાંસદા ખાતે રાખવામાં આવ્યો, જેમાં વાંસદા સર્કિટ હાઉસ ખાતે ભેગા થઈને સભા ભરવામાં આવી હતી. ત્યારબાદ રેલી સ્વરૂપે વાંસદા ટાવરખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે સંબોધન કર્યું હતું કે, ઉત્સવો ઉજવતી આ સરકારને ખેડૂતોની પડી નથી. જરૂર પડે ત્યારે સિંચાઈનું પાણી મળતું નથી, બિયારણ પણ ખરાબ મળી રહ્યું છે. તાઉતે વાવાઝોડામાં નુકસાન પામેલ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ગંભીર છે ખેડૂત સન્માન ઉજવણી કરતી સરકારને હવે ઘરે બેસાડવી જરૂરી છે. માજી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે. એ.ડી.પટેલે જણાવ્યું કે, ખેડૂતોના દેવા માફ કરનારી એકમાત્ર સરકાર કોંગ્રેસ છે, ભાજપની સરકારે માત્ર ખેડૂતોનું લોહી ચુસ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા. તાલુકા પ્રમુખ પરભુભાઈ, વિરોધ પક્ષના નેતા ચંદુભાઈ, તાલુકાના વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ, નિકુંજભાઈ, રાજીતભાઈ, ઇલ્યાસભાઈ, મનીષભાઈ હાજર રહ્યા હતા.