गुजरात
ગુજરાતમાં 29% વરસાદની ઘટ, આગામી પાંચ દિવસ ભારે વરસાદની નથી આગાહી
અમદાવાદ: રાજ્યમાં અત્યાર સુધી કુલ 35.66% વરસાદ નોંધાયો છે. હજુ ગુજરાતમાં 29 ટકાના વરસાદની ઘટ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ રહેશે, અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની કોઇ આશંકા નથી. જુલાઈ મહિના દરમિયાન સરેરાશ 6.92 ઈંચ વરસાદ રાજ્યમાં થયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7.24 ટકા કુલ વરસાદ ઓછો વરસ્યો છે.
આંકડા પ્રમાણે વરસાદનાં ઘટની વાત કરીએ તો, રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે. ગાંધીનગરમાં 57%, અરવલ્લીમાં 54%, સુરેન્દ્રનગરમાં 52%, તાપીમાં સરેરાશથી 49%, દાહોદમાં 48% વરસાદની ઘટ છે. 11 જિલ્લાઓમાં તો વરસાદની 50%થી પણ વધારે ઘટ છે. છેલ્લાં 9 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.