गुजरात

સુરત : વિચિત્ર ઘટના! યુવક જાહેરમાં બ્લેડથી પોતાનું જ ગળું કાપવા લાગ્યો, મચી અફરાતફરી

સુરતના પાંડેસરા ખાતે એક યુવાન બ્લેડ વડે પોતાના હાથની નસ સાથે પોતાનું જ ગળું  કાપતો જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આવી વિચિત્ર ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જોકે સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસ મદદથી આ યુવાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ  થઈ ગયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ બાટલી બોય નજીક આવેલપ્રમુખ પાર્ક સોસાયટી નજીક એક યુવાન જાહેર રોડ ઉપર હાથમાં બ્લેડ લઈ પોતાનું જ ગળું કાપતો જોઈ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે આવી વિચિત્ર ઘટના ને પગલે સ્થાનિક લોકો ના તોડા એકત્ર થઈ ગયા હતા.

Related Articles

Back to top button