गुजरात
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 27 કેસ, ગુરુવારે 4,39,045 વ્યક્તિઓનું રસીકરણ
અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 27 કેસ નોંધાયા છે. જેની સામે 33 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10076 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.75 ટકા છે. અત્યાર સુધીમાં 3,26,14,461 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. આજે કુલ 4,39,045 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, વડોદરામાં 5, આણંદમાં 3, જામનગર, જૂનાગઢ, નવસારીમાં 2-2, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગીર સોમનાથ, વલસાડમાં 1-1 સહિત કુલ 27 કેસ નોંધાયા છે.