વણશોધાયેલ ધરફોડ ચોરીનો ગુનો શોધી આરોપી પકડી તમામ મુદ્દામાલ રીકવર કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ
ગાંધીધામ. કચ્છ
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
મે , પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં ૧૪૨૧/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૭ , ૩૮૦ મુજબનો રાત્રી ધરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો રજી . થયેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટર એમ.એમ.જાડેજા નાઓએ પોલીસ સ્ટાફના માણસોને ઉપરોક્ત ગુનો શોધી કાઢવા સુચના આપેલ હોય જે આધારે તા .૨૨ / ૦૭ / ૨૦૨૧ ના રોજ પો.હે.કોન્સ ખોડુભા નરેન્દ્રસિંહ તથા પો.કોન્સ રવીરાજસિહ પરમાર નાઓને હ્યુમન શોર્સ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે આરોપી હાર્દિક જીતેન્દ્ર ગોહિલ રહે . ખન્નમાર્કેટ ગાંધીધામ વાળાને ગાંધીધામ સુંદરપુરી ચોકડી પાસેથી મુદ્દામાલ સાથે પકડી ઉપરોક્ત વણશોધાયેલ ગુનો શોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે
પકડાયેલ આરોપી – હાર્દિક જીતેન્દ્ર ગોહિલ ઉ.વ ૨૮ રહે . ખન્નમાર્કેટ ગાંધીધામ
કબજે કરેલ મુદ્દામાલની વિગતઃ- રોકડા રૂપીયા ૬,૦૦૦ / આરોપીનો એમ.ઓ : ઉપરોક્ત આરોપી રાત્રીના સમયે દુકાનની શટર ઝાડી તોડી રોકડા રૂપીયા ચોરી કરી લઇ જવાની એમ.ઓ ધરાવે છે . શોધાયેલ ગુનો ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં ૧૪૨૧/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ .
ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.જાડેજા તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .