દહેગામ નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામો સર્વાનુમતે બહાલી અપાઇ. વિપક્ષના વોર્ડ વિસ્તારોમાં કામોને સર્વાનુમતે મંજુર કરાયા.
નગરપાલિકાના મહિલા પ્રમુખ પીનાબેન એમ. શાહ માસ્ક વગર નજરે પડ્યા, કો ગાઈડલાઈન નું ભાન ભૂલ્યા

દહેગામ
રીપોટર – આર.જે. રાઠોડ.
દહેગામ નગરપાલિકાના સભાખંડમાં બીજી સામાન્ય સભા નગરપાલિકાના મહિલા પ્રમુખ પીનાબેન એમ. શાહના અધ્યક્ષ સ્થાને તથા સચીવ સ્થાને રૂદ્રેશભાઇ રૂદડની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી. નગરપાલિકાના ૨૮. સદસ્યો હાજર રહ્યા હતાં.
સભાની શરૂઆતમાં સ્વર્ગસ્થને શ્રધ્ધાજલિ અર્પણ કર્યા બાદ. વોર્ડ વિસ્તારમાં વિકાસ કામોની પ્રમુખશ્રીએ વંચાણે લઇ છણાવટ કરી હતી. જેને સર્વાનુમતે બહાલી આપી હતી.
જેમાં વિપક્ષે વોર્ડ વિસ્તારોમાં કામગીરીના મુદ્દાઓ રજૂ કર્યા હતાં. તેવાં કામોને પણ સર્વાનુમતે મંજુર કરાયા હતા. વોર્ડ નં ૩માં જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી – ઉર્દુ સરકારી શાળા શરૂ કરવી. વણકરવાસ ચંદનચોક વિસ્તારમાં નવીન ભૂગર્ભ ગટર બનાવવી. લવાડ તરફ જવાનાં વિસ્તારમાં બોર અને સીસી રોડ બનાવવા. વિકાસના કામો કરનાર કોન્ટ્રાક્ટરો વર્ક ઓર્ડર મુજબ ધ્યાન રાખવું. અકસ્માત અસંભવીત માર્ગ – રસ્તા પરના વિસ્તારોમાં ગેરકાયદે દબાણ દૂર કરી ટ્રાફિક સમસ્યા હલ કરવાની રજૂઆત કરાઇ હતી. સામાન્ય સભામાં સર્વાનુમતે વિકાસ કામોને બહાલી આપી હતી.