गुजरात

વડોદરા : પતિના સ્પર્મથી બાળક ઈચ્છતી હતી પત્ની, હાઇકોર્ટે આદેશ બાદ સેમ્પલ લેવાયા, કલાકોમાં મોત

વડોદરા : વડોદરામાં એક કોરોનાથી મરણપથારીએ પહોંચી ગયેલા પતિના સ્પર્મના સેમ્પલ લેવા માટે પત્નીએ હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. આ કરૂણ અને ભાવનાત્મક કેસમાં હાઇકોર્ટે હૉસ્પિટલને આ પતિના સ્પર્મ લેવાનો આદેશ કર્યો હતો. જોકે, પતિના સ્પર્મના સેમ્પલ લેવાયા તેના કલાકોમાં જ તેનું મોત થયું હતું. પત્નીએ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનલૉજી (ART) દ્વારા માતા બનવાની ઇચ્છા વ્યક્ત કરતા કોર્ટે સ્પર્મ એકઠા કરવાનો આદેશ આપ્યો હતો.

અહેવાલો અનુસાર આ વ્યક્તિની વડોદરાની એક નામાંકિત હૉસ્પિટલમાં એકસ્ટ્રાકૉપોરિયલ મેંબ્રેન ઑક્સિજનેશન (ECMO) પર સારવાર થઈ રહી હતી. આ દર્દીની ગુરૂવારે મોત થઈ ગઈ હતી. 10મી મેના રોજ કોરોના સંક્રમિત થયેલા આ દર્દીને વડોદાની સ્ટર્લિગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કોરોના બાદ આ વ્યક્તિ બાયલેટરલ ન્યુમોનિયાનો શિકાર થયો હતો.

હાઇકોર્ટે આદેશ કર્યા બાદ હૉસ્પિટલે બુધવારે ટેસ્ટિક્યુલર સ્પર્મ એકસ્ટ્રેક્શન મેથડ દ્વારા દર્દી માટે સ્પર્મ એકત્રિત કર્યુ હતું અને તેને આઈવીએફ (IVF) લેબમાં સંરક્ષિત કર્યુ હતુ.

મામલો શું હતો?

આ વ્યક્તિની પત્નીએ અને તેના માતાપિતાએ હાઇકોર્ટમાં આઈવીએફ પ્રક્રિયા માટે એઆરટીની મંજૂરી માંગી હતી. વકિલ નીલય પટેલે મંગળવારે આ મામલે તત્કાલિલ સુનાવણીની માંગ કરી હતી. વકીલે અદાલતને જાણકારી આપી હતી કે આ પરિવારને તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે કે તમારા દર્દી કદાચ 24 કલાકથી વધુ નહીં ખેંચે, ત્યારબાદ મહિલાએ વકીલને આ અંગે જાણ કરી હતી.

દર્દી બેહોશ હતા તેવી સ્થિતિમાં તેની ઈજાજત વગર હૉસ્પિટલ તેના સ્પર્મ એકત્રિત કરે તે તેના વ્યક્તિગત હકોનું હનન હોવાથી હૉસ્પિટલે આ પરવાનગી નહોતી આપી. આ અંગે હાઇકોર્ટે હૉસ્પિટલને સ્પર્મ સુરક્ષિત કરવાનો નિર્દેશ કર્યો હતો. 23મી જુલાઈએ થનારી સુનાવણીમાં કોર્ટ નક્કી કરશે કે પત્નીને બાળક માટે એઆરટી પ્રક્રિયા માટે અનુમતિ આપવી કે નહીં

Related Articles

Back to top button