ગેંગસ્ટર રવિ પૂજારી માટે બોરસદ કોર્ટ પહેલીવાર રાતે ખૂલી, કાઉન્સિલર પર ફાયરિંગનો છે કેસ
ક્રુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીએ 2017ના જાન્યુઆરી માસમાં બોરસદ પાલિકાના હાલના કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલને ધમકી અને પ્રજ્ઞેશ પટેલ પર 3 રાઉન્ડ ખાનગી ફાયરિગ કરાવ્યું હતું. જેમાં પ્રજ્ઞેશ પટેલ ગંભીર રીતે ઘવાયા હતા. જે કેસમાં રવિ પૂજારીએ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદે ગત રાત્રીના બોરસદ કોર્ટમાં રજુ કરાયો હતો. બોરસદ કોર્ટના ઇતિહાસમાં પહેલી વાર આ રીતે રાત્રીના લગભગ 9 વાગે રવિ પૂજારીને હાજર કરવા માટે કોર્ટ ખોલવામાં આવી હતી. આ ઉપરાંત રવિ પૂજારીએ, કોંગી અગ્રણી અમિત ચાવડા ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમ. ડી. આર. એસ. સોઢીને પણ ટેલિફોનિક ધમકી આપી હતી.
ગેંગસ્ટર રવિપુજારીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ બોરસદમાં નોંધાયેલ બોરસદ પાલિકાના હાલના ભાજપના સભ્ય પ્રજ્ઞેશ પટેલએ નોંધાવેલ 2017 જાન્યુઆરી માસમાં નોંધાવેલ ફરિયાદના કેસમાં બોરસદ કોર્ટમાં હાજર કર્યો હતો.
નોંધનીય છે કે, વર્ષ 2017મા ચંદ્રેશ પટેલ નામના શખ્સે બોરસદમા કોર્પોરેશનની ચુંટણી હારી જતા સોપારી આપી હતી. જે ગુનામા અગાઉ રવિ પૂજારીના શાર્પસૂટર સુરેશ પિલ્લાઈ તેના સાગરીત શબ્બીર મોમિન અને ચંદ્રેશ પટેલના મિત્ર ઘનશ્યામની ધરપકડ કરી હતી. આ ગુનામા ઘનશ્યામના સાઢુભાઈ શ્યામગીરી પણ સામેલ હતો. વર્ષ 2017મા ચંદ્રેશ પટેલ નામના શખ્સે બોરસદમા કોર્પોરેશનની ચુંટણી હારી જતા સોપારી આપી હતી.