गुजरात

ગાંધીનગર રે. સ્ટેશન પરની હોટેલમાં પરમિટ લિકર શોપ અંગે પરેશ ધાનાણીનો કટાક્ષ, ‘જનતાને દારૂની નહિ દવાની જરૂર’

ગાંધીનગર રેલવે સ્ટેશન પર રાજ્ય સરકારની માલિકીની હોટેલમાં દારૂની પરમિશન અંગે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આંકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. વિકાસના સપના દેખાડનાર સરકાર યુવાઓને નશામાં ધકેલી પોતાની નિષ્ફળતા છુપાવે છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે. આ સ્થિતિમાં લોકો દવા ઉપલબ્ધ કરાવવાની માંગ કરે છે. જ્યારે સરકાર દારૂની પરમિશન આપી રહી છે. સરકારની લીલા ભવિષ્યમાં દારૂની દુકાન બનશે.

વિપક્ષ નેતાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે. રાજ્યની જનતા માટે દવા અને હોસ્પિટલની વ્યવસ્થા કરે. સરકાર સંચાલિત હોટેલમાં દારૂની પેરવી થઈ રહી છે. જોકે, ગુજરાતને દારૂની નહીં પરંતુ દવાની જરૂર છે.

વિપક્ષ નેતા પરેશ ધાનાણી ટ્વિટ કરી લખ્યું હતુ કે ગુજરાતમાં આજે “દવા આપો, દારૂ નહી” સીએમ રૂપાણી સંબોધન કરતા કહ્યું હતુ કે, સાહેબ, અમને ‘દવા’ જીવાડશે કે ‘દારૂ’.? , ગાંધી અને સરદારના ગુજરાતને “દારૂ” મળે એવી “હોટલ” નહી., “દવા” મળે એવી “હોસ્પિટલ”ની જરૂર છે..!

Related Articles

Back to top button