અત્યાર સુધી 2000 લોકોને રોજગાર પુરા પાડેલ અમદાવાદી ભાઈ-બહેન દ્વારા ગામડાંના લોકોને રોજગારી પુરી પાડવા માટે પંચગવ્ય પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી
Anil Makwana
જીએનએ અમદાવાદ
આજકાલ જયારે યુવાનો ઓનલાઇન ગેમ્સ, સોલો ટ્રિપ્સ, જેવી વસ્તુઓ માં પડ્યા છે ત્યારે અમદાવાદ ના 23 વર્ષીય દિવ્યા સાધવાની અને 19 વર્ષીય ચિત્રાંશ સાધવાની દ્વારા ગામડાં ના લોકો ને રોજગારી પુરી પાડવા માટે પંચગવ્ય પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવ્યાં. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર પેદા કરવા અને ગાયને કતલખાનાઓમાં જવાથી બચાવવાનાં મિશનને પરિપૂર્ણ કરવા “પંચગવ્ય દિયા” લોન્ચ કરવામાં આવ્યા. ગાયના છાણ, દૂધ, ગૌમૂત્ર, ઘી અને દહીંથી બનેલા આ પંચગવ્ય દિવા માં રહેલ દરેક ઘટક તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે.
નંદી પંચગવ્ય પ્રા.લિ. ના સ્થાપક દિવ્યા સાધવાની એ જણાવ્યું કે “હું એક કોમ્યુનિકેશન સ્ટુડન્ટ છું અને મને પહેલાથી ગામડા ના લોકો માટે અને ગાય માટે કંઈક કરવાનો વિચાર હતો ત્યારે હું આઈઆઈટી બોમ્બે ના વિધાર્થીઓ ને મળી અને તેમની સાથે અમે પંચગવ્ય દિવા બનાવવા માટે ના મશીન નું નિર્માણ કર્યું જે સંપૂર્ણ મેડ ઈન ઇન્ડિયા છે. આ મશીન ને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેમાં ગાયના છાણ, દૂધ, ગૌમૂત્ર, ઘી અને દહીં જેવી સામગ્રી નાંખવાની દીવો બની ને બહાર આવે છે. અમે આવા 200 જેટલા મશીન કોઈપણ જાત ના પૈસા લીધા વગર ગુજરાત, આસામ, તામિલનાડુ, કર્ણાટક અને છત્તીસગઢ ના ગામો માં ઇન્સ્ટોલ કર્યા અને તેમને દિવા બનાવતા શીખવ્યા જેથી તે લોકો સ્વનિર્ભર બની શકે અને એક જુદી આવક પોતાના કુટુંબ માટે ઉભી કરી શકે.”
નંદી પંચગવ્ય પ્રા.લિ. ના સ્થાપક ચિત્રાંશ સાધવાની એ જણાવ્યું કે “અમારા મશીન માં દરરોજ 1200 દિવા બનાવી શકાય છે અને દરેક મશીન 12 કલાક ની શિફ્ટ માં કાર્યરત હોય છે. અત્યાર સુધી અમારું માસિક લગભગ 10 લાખ પંચગવ્ય દિવા નું પ્રોડક્શન થાય છે અને આ કાર્ય થકી અત્યાર સુધી અમે 2000 જેટલા લોકો ને રોજગારી આપી ચુક્યા છીએ. અત્યારે અમે વ્યક્તિગત પરિવારો ને આ મશીન આપી રહ્યા છીએ આગળ જતા ગૌશાળાઓ ને પણ આ પ્રકાર ના મશીન આપવામાં આવશે જેના કારણે ગૌશાળાઓ ને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે.”
એકવાર સંપૂર્ણ રીતે બળી ગયા પછી દિવા નો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય છે જેનાથી તંદુરસ્ત વાતાવરણને પ્રોત્સાહન મળે છે. પંચગવ્ય દિવા બનાવતા પરિવારો ને માસિક 15 થી 20 હજાર રૂપિયા આપવામાં આવે છે એ સિવાય દિવા ના વેચાણ પર તેમને કમિશન પણ આપવામાં આવે છે.આ પ્રોડક્ટ જીએસટી મુક્ત ઉત્પાદન હેઠળ આવે છે. કોઈપણ વ્યક્તિ આ બીઝનેસ શરુ કરી શકે છે જેના માટે ત્રણ બીઝનેસ મોડેલ રજુ કરવામાં આવ્યા છે. કોઈ વ્યક્તિ ફક્ત રૂ. 999 નાં રોકાણ સાથે ઘરે બેઠાં ધંધાનો પ્રારંભ કરી શકે છે.
આ પંચગવ્ય ઉત્પાદનો તમામ પ્રકારના રિટેલ સ્ટોર્સ, ફાર્મસીઓ સહીત એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ખરીદી શકાય છે. ભવિષ્ય માં પ્રોડક્ટ પોર્ટફોલિયો માં ઉમેરો કરવામાં આવશે.