રાપર તાલુકા કિડીયાનગર ખાતે ગણેશ મંદિર નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું બે દિવસ નું આયોજન
કીડીયાનગર. રાપર
રિપોર્ટર. કાંતિલાલ સોલંકી
રાપર તાલુકાના કિડીયાનગર ગામે આગામી તા 12/7/2021 અને તા. 13/7/2021 એમ બે દિવસ સુધી નવ નિર્માણ પામેલા ગજાનંદ ગણપતિ મંદિર નો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત કિડીયાનગર ના ગામલોકો ના આર્થિક સહયોગ થી નિર્માણ પામેલા આ મંદિર ખાતે તા. 12 ના શોભાયાત્રા. ધારાવડી.. ધાર્મિક કાર્યક્રમો અને સંતવાણી નું આયોજન કરવામાં આવ્યું છે તા. 13 ના પ્રાણ પ્રતિષ્ઠા હવન હોમ મહાપ્રસાદ. તેમજ અન્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ગણપતિ ની મૂર્તિ તેમજ હનુમાનજી મહારાજ ની મૂર્તિ ના દાતા સમસ્ત કિડીયાનગર ના ગામલોકો તેમજ સમસ્ત પંચ તો મુખ્ય દાતા રાપર તાલુકા પંચાયત ના માજી પ્રમુખ સ્વ. દૂદાભાઈ બેચરાભાઈ પરમાર પરિવાર તેમજ મહાપ્રસાદ બે ટાઈમ ના દાતા સ્વ બાબુભાઈ ખીમાભાઈ પરમાર પરિવાર ના હરેશ ભાઈ અને પ્રતાપ ભાઈ પ્રવેશ દ્વાર ભાગર ના દાતા સ્વ ચનુભા કલુભા વાઘેલા પરિવાર રામદેવજી મહારાજ ની મૂર્તિ ના દાતા બાબુભાઈ મેધાભાઈ રાઠોડ અમરાભાઈ મેઘાભાઈ રાઠોડ મુકેશ જેમલભાઈ રાઠોડ સહિત ના અનેક દાતાઓ એ આર્થિક સહયોગ આપ્યો છે કિડીયાનગર ગામે આગામી બે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે એટલે લોકો મા ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ ધાર્મિક વિધિ હરિભાઈ દેવજી ગરવા દ્વારા કરવામાં આવશે