गुजरात

સુરત : બૂટલેગરના સરઘસનો Viral Video, ‘રોણા રંગીલા મારા ગુજરાતના માફિયા,’ જામીન મળતા મચાવી ધમાલ

સુરત સાથે ગ્રામ્ય વિસ્તારમાં બૂટલેગરો બેફામ બની રહ્યા છે. જેલમાં ગયા બાદ જેલમાંથી છૂટ્યા બાદ આવા ગુનેગારો પોતાના વિસ્તારમાં પોતાનો રોફ જમાવતા જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે લિસ્ટેડ બૂટલેગર ઈશ્વર વાસફોડિયા જામીન મળતાં જેલમાંથી છૂટીને ગાડીના કાફલા સાથે ગામમાં પ્રવેશ્યો હતો. “ભલ ભલાના અમે પો’ણી માપ્યાં, રોણા રંગીલા અમે ગુજરાતના માફિયા’ ગીત પર વાહનોનાં કાફલા સાથે ગામમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. જેલમાં જઈ આવ્યા બાદ પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા ન હોય અને ફરીથી પોતાનો દબદબો જે-તે વિસ્તારમાં બની રહે તેવો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં અસામાજિક અને લુખ્ખા તત્વોને કાયદાનો ડર ન હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સુરત શહેર અને જિલ્લામાં બૂટલેગરો બેફામ થયા છે. જાહેર સ્થળ ઉપર પોતાના જન્મદિવસની ઉજવણી કરી ટોળા એકત્રિત કરીને કરવામાં આવ્યા હોય અથવા તો જાહેરમાં કેક કાપતાં અનેક વીડિયો વાયરલ થયા છે.

કાયદાકીય છટકબારી હોવાને કારણે આવા તત્વો વારંવાર કાયદાના ઉલ્લંઘન કરતા હોય છે. સ્થાનિક લોકોમાં પોતાનો ડર બની રહે તે માટે પણ આ બૂટલેગરો બેફામ રીતે ધાક ધમકી આપતા હોય છે. જોકે છેલ્લા એક મહિના જન્મ દિવસની ઊજાણીને લઈને બૂટલેગર વિવાદમાં આવી ચુક્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં સલાબતપુરા વિસ્તારમાં જે-તે વિસ્તારના કોર્પોરેટર પર હુમલો કરવાના ગુનામાં જેલવાસ ભોગવી આવેલા આરોપી પોતાના વિસ્તારમાં આવતાની સાથે જ કદવા ગેંગના મુખ્યાનું ફટાકડા ફોડી તેના સાગરીતોએ સ્વાગત કર્યું હતું.

Related Articles

Back to top button