गुजरात

વલસાડ હાઇવે પર Tripple accident: 2 ટેમ્પો અને એક કન્ટેનર ધડાકાભેર અથડાતા વાહનો ભડકે બળ્યાં, બે ચાલકોનાં મોત

પારડી: વલસાડ જિલ્લાનાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ત્રણ વાહનો વચ્ચે એક ગોઝારો અકસ્માત થયો હતો. સોમવારે મોડી રાતે બે ટેમ્પો અને એક કન્ટેનર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યા છે. અકસ્માત બાદ આગ લાગતા જ બે વાહનો ભડકે બળ્યાં હતાં. ઘટનાની જાણ થતા જ પારડી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચે તે પહેલા જ સ્થાનિકો પણ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

મળતી માહિતી મુજબ, સોમવારે રાતે પારડી નજીક હાઇવે પર વાપી વલસાડ તરફ એક ટેમ્પો રોંગ સાઇડ પર આવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બે વાહનો સામ સામે ધડાકા સાથે અથડાયા હતાં. જ્યારે અન્ય એક વાહન પાછળથી અથડાયું હતું. આમ ત્રણેય વાહનો એક બીજાને ધડાકા સાથે અથડાઇ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરથી મુંબઈ તરફ જઈ રહેલા એક કન્ટેનરમાં કેમિકલ ભરેલું અને અન્ય એક ટેમ્પોમાં પ્લાસ્ટિક જેવો જ્વલનશીલ સામાન ભર્યો હોવાથી આગ બેકાબૂ બની હતી.

Related Articles

Back to top button