દહેગામ
રીપોર્ટર – અનિલ મકવાણા
દહેગામ નગરપાલિકા સ્ટાફ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી.ની આજ રોજ ૫૫ મી વાર્ષિક જનરલ સભા ચેરમેનશ્રી અશોક રાઠોડ (પ્રદેશ પ્રમુખશ્રી, અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ,ગુજરાત રાજ્ય) ના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના હોલમાં યોજાય જેમાં મુખ્ય મહેમાન તરીકે ચીફ ઓફિસરશ્રી રૂદ્રસિંહ જે હુદડ ઉપસ્થિત રહેલ તેમનું ચેરમેનશ્રી અશોક રાઠોડ દ્વારા પૂશપગુચ્છથી સન્માન કરવામાં આવ્યું… તેમજ સોસાયટીના સેક્રેટરી શ્રી જ્યંત શાહ વાઇસ ચેરમેનશ્રી મનુસિહ ચૉહાણ ઇન્ટરનલ ઓડિટર ભુપેન્દ્ર પટેલ તેમજ કારોબારી સભ્યશ્રીઓમાં નરેશભાઈ બ્રહ્મભટ્ટ, ગોપાલભાઈ શાહ નીતિન વ્યાસ,દિપક પટેલ, જીગ્નેશ અમીન,રાકેશ મહેતા, નિરંજન સોલંકી વીગેરે તથા તમામ સભાસદશ્રીઓ ઉપસ્થિત રહેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધ વાંચણે લીધી જેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી ગતવર્ષના વાર્ષિક હિસાબો, વાર્ષિક અંદાજો તથા આકસ્મિક લૉન 10 હજારમાં વધારો કરીને 25 હજાર કરવાની દરખાસ્તને સર્વાનુમતે બહાલી આપવામાં આવી …
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ ચીફ ઓફિસરશ્રી દ્વારા પણ ચેરમેનશ્રી અશોકભાઈ ના નેતૃત્વમાં ખૂબજ સારી પ્રગતિ કરવામાં આવે અને કર્મચારીઓ માટે ખુબજસારી કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા આ પ્રસંગે પૂર્વ ચેરમેનશ્રી નરેશભાઈ દ્વારા સોસાયટીના ચેરમેનશ્રી અશોકભાઈની કામગીરીની ખુબજ સરાહના કરવામાં આવી અને અશોકભાઈ ચેરમેનશ્રી તરીકે આવ્યા પછી છેલ્લા પાંચ વર્ષથી સભાસદો ને દર વર્ષે સારી ગીફ્ટ અને સારૂ ડિવિડન્ડ આપવામાં આવે છે અને આગામી પાંચ વર્ષ સુધી પણ અશોકભાઈને ચેરમેનશ્રી તરીકે જ ચાલુ રાખવાની દરખાસ્ત નરેશભાઇ દ્વારા મુકવામાં આવી ને તમામ સભાસદશ્રી ઓએ તેને એકજ અવાજે સર્વાનુમતે સમર્થન કરવામાં આવ્યું… સોસાયટીના સારા વહીવટ માટે તેમની ખુબજ સરાહના કરવામાં આવી…
ચીફ ઓફિસરશ્રીને ચેરમેનશ્રી અશોકભાઈ દ્વારા ગીફ્ટ આપવામાં આવી તથા તમામ સભાસદશ્રીઓને ગીફ્ટ વિતરણ કરવામાં આવી સભાસદોમાં આનંદ જોવા મળ્યો કે છેલ્લા પાંચ વર્ષના અશોકભાઈના ચેરમેન તરીકેના નેતૃત્વમાં દર વર્ષે તમામ સભાસદોને સારીસારી ગીફ્ટ આપવામાં આવે છે અને ખુબજ સારૂ ડિવિડન્ડ પણ મળે છે અને એક ટકાના વ્યાજ દરે ચાર લાખ સુધીની લૉન મળે ખુબજ સારી કામગીરી છે તેનો તમામ સભાસદોમાં પણ આનંદ જોવા મળેલ…
ચેરમેનશ્રી અશોકભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ સભાસદશ્રી ઓએ મારામાં જે મૂકવામાં આવેલ વિશ્વાસ કાયમ રહેશે અને તેના માટે પ્રયત્નશીલ રહીશ અને ઉત્તરોત્તર સોસાયટી અને સભાસદો પ્રગતિ કરે તેવા મારા હરહંમેશ માટેના પ્રયત્નો રહેશે અને આગામી વર્ષમાં સોસાયટી જિલ્લા કક્ષાએ વિસ્તરણ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશઅને ઓછા વ્યાજ દરે 10 લાખ સુધીની લૉન સભાસદોને મળે તે માટે પ્રયત્નો ચાલુ છે તે પણ આ પ્રસંગે તેમણે જણાવ્યું અને આગામી સમયમાં પણ આ કામગીરી પૂર્ણ કરવા માટે સભાસદશ્રીઓને ખાતરી આપવામાં આવી.સભાસદોને કોઈ સૂચન,ફરિયાદ હોય તો જણાવવા માટે કહ્યું પરંતુ કોઈપણ સભાસદશ્રી દ્વારા કોઈ સૂચન કે ફરિયાદ ન હોય તમામ સભાસદશ્રીઓનો આભાર માનીને સભા પુરી કરવામાં આવી..