અમદાવાદ: કોરોના સંકટ વચ્ચે સારા સમાચાર! મર્યાદિત ભક્તો સાથે નીકળી શકે છે રથયાત્રા
અમદાવાદ: રાજ્ય (Gujarat) સહિત શહેરમાં પણ કોરોનાની બીજી લહેર મહદ અંશે શાંત પડતા 12મી જુલાઇનાં રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતીની સમિક્ષા કરીને અષાઢી બીજના દિવસે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી નીકળતી રથયાત્રા માટે લીલીઝંડી આપવામાં આવી છે તેવી વાતો સામે આવી રહી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ચાલુ વર્ષે પણ આગામી તારીખ 12મી જુલાઈને અષાઢી બીજના દિવસે મર્યાદિત સંખ્યામાં કાઢવા માટે સરકારે પ્લાન એ અને બી ઘડી દીધો છે. જોકે, આ અંગેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
‘રથયાત્રા અંગે હાલ કોઇ નિર્ણય નથી લેવાયો’
જોકે, ડીસીપી કંટ્રોલ હર્ષદ પટેલ સાથેની ખાસવાતચીતમાં તેમણે જણાવ્યું છે કે, હાલ રથયાત્રા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. સંજોગો પ્રમાણે રથયાત્રા નીકળશે કે નહીં તે અંગોનો નિર્ણય લેવામાં આવશે.