गुजरात

હમ નહિ રુકેંગે, નહિ ઝુકેંગે: અમદાવાદમાં BUના કારણે સીલ થયેલી દુકાનો બહાર જ વેપારીઓએ ધંધા શરૂ કર્યા

અમદાવાદ: કોર્પોરેશન દ્વારા દુકાનો સીલ કરાયાની તકલીફનો સામનો માત્ર રાણીપ વિસ્તાર જ નહીં તેની- નજીક આવેલ બલોલનગરના વેપારીઓ પણ કરી રહ્યા છે. આ વિસ્તારમાં પણ નટરાજ કૉપ્લેક્સ  સીલ કરી દેવાયુ છે. અહીંના વેપારીઓની હાલત પણ જાયે તો જાયે કહાં જેવી છે.  જોકે કોર્પોરેશનની આ સિલિગ સામે અમે હાર નહિ માનીએના મંત્ર સાથે વેપારીઓએ સીલ થયેલી દુકાનોની બહાર જ પોતાના વેપાર ધંધા શરૂ કર્યા છે.

કોરોના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલ સિલિંગ કાર્યવાહીનો ભોગ બલોલનગરના વેપારીઓ પણ બન્યા છે. કોર્પોરેશન એ અહીંના નટરાજ શોપિંગ સેન્ટરની 60થી વધુ દુકાનો સીલ કરી દેતા વેપારીઓ જાણે રોડ પર આવી ગયા છે. આર્થિક તકલીફનો સામનો કરી રહેલા વેપારીઓએ સીલ થયેલી દુકાનો બહાર જ પોતાનો ધંધો શરૂ કરી દીધો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની સિલિંગ કાર્યવાહીના કારણે રસ્તા પર આવી ગયેલા વેપારીઓની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ ન્યૂઝ 18 ગુજરાતીની ટિમએ કર્યો.

નટરાજ શોપિંગ સેન્ટરમાં હિતેશભાઈ પારેખ 10 વર્ષથી ભાડે હેર સલૂન ચલાવતા હતા. પરંતુ 25 દિવસ અગાઉ કોર્પોરેશને દુકાન સીલ કરતા હવે તેમને રસ્તા પર દુકાન ખોલવાની ફરજ પડી છે. હિતેશભાઈનું કહેવું છે કે, કોરોનામાં સૌથી વધુ તકલીફ તેમના ધંધાને પડી છે. કોરોનાના ડરથી હેર સલૂનમાં ગ્રાહકો આવતા પણ ડરતા હોઈ એક વર્ષથી ધંધો ઠપ્પ હતો. તેવામાં ઘરમાં પિતાની વાલની બિમારીને લઈ 1 લાખથી પણ વધુનો ખર્ચ થઈ ગયો છે. મકાનનો લોનનો હપ્તો અને દીકરીઓને ભણાવવાનો ખર્ચો આવા ખર્ચાઓએ તેમની તકલીફ વધારી છે. પરિવાર સતત પૂછી રહ્યો છે કે, દુકાનના સીલ ખુલ્યા અને જવાબમાં હિતેશભાઈનો નિરાશ ચહેરો જોઈ પરિવારજનો પણ ચિંતાતુર થઈ ગયા છે.

Related Articles

Back to top button