નવસારી
રિપોર્ટર – બ્રિજેશ પટેલ
આજ રોજ નવસારી શ્રી કમલમ ખાતે નવસારી જિલ્લા તાલુકાના ભાજપા મીડિયા કન્વીનર તથા સહ કન્વીનરનો “અભ્યાસ વર્ગ” ના કાર્યક્રમનું આયોજન કરાયું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી તથા અતિથિશ્રીઓને પુષ્પ ગુચ્છ આપી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહે પાર્ટી તરફથી થતા કાર્યક્રમોને પ્રજા સમક્ષ પહોંચાડવા મીડિયાનો મહત્વનો રોલ હોય છે એમ જણાવ્યું હતું. તેમજ આવનાર વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીને અનુલક્ષીને પ્રવચન અને માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપ દક્ષિણ ઝોનના સહ કન્વીનર શ્રી દીપિકાબેન ચાવડા એ જણાવ્યું હતું કે મીડિયાની જવાબદારી અને હોદ્દો ખૂબ જ મહત્વનો છે . મીડિયા એ દેશની ચોથી જાગીર છે અને મહત્વનો એક સેતુ છે. પ્રજાલક્ષી યોજનાઓ અંગેની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ મીડિયા કરે છે. સોશ્યિલ મીડિયા , ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયા દ્વારા રુલિંગ પાર્ટીની મહત્વકાંક્ષી યોજનાઓ પ્રજા સમક્ષ પહોંચે છે.
દક્ષિણ ઝોનના મીડિયા વિભાગના કન્વીનર શ્રી રાજેશભાઇ દેસાઈએ કાર્યક્રમને આગળ ધપાવતા જણાવ્યું હતું કે ભાજપ સંગઠનની રચના પેજ પ્રમુખથી લઇ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી રચવામાં આવી છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે સંગઠનમાં ટોળાની નહીં પરંતુ અપેક્ષિત પરિણામ માટે કામ કરવાની વિચારધારા તથા નેમ હોવી જોઇએ. તથા મીડિયા મિત્રોને પ્રેસનોટ લખવા અંગેનો હાર્દ આપ્યો હતો. પાર્ટીની જનમાણસ ની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવાનું માધ્યમ એટલે મીડિયા.. વધુમા તેમને જણાવ્યું હતું કે સૈયમ , શિસ્ત, સમય અને સંવેદના એ પત્રકારકતા માટે જરૂરી છે.
વધુમાં દક્ષિણ ઝોનના પ્રવક્તા ડો. જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે મીડિયા એ લોકમત કેળવવાની પંચજ્ઞાનિન્દ્રીઓ છે. ભાજપ એ પંચ નિષ્ઠા ને વળેલો પક્ષ છે અને મીડિયા થકી પાર્ટીનો લોકમત વધુ દૃઢ બને જે ઇચ્છનીય છે.
કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જીજ્ઞેશભાઈ નાયક તથા મીડિયા વિભાગના કન્વીનર સહ કન્વીનરો હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લા મીડિયા કન્વીનર જીગરભાઈ નાયક તથા સહ કન્વીનર સમકીલ શ્રીશ્રીમલે જહેમત ઉઠાવી હતી..