ગૌતમભાઈ અદાણી નાં જન્મ દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારાં મુંદરા ગુજઁર મેઘવાળ સમાજનાં સમશાન ભૂમિ મધ્યે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
મુંદરા
રિપોર્ટર. છગન પરમાર
તા. 24/06 /2021
આજ રોજ મુંદરા શહેર મધ્યે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલ હાર કરવામાં આવેલ, ત્યાર બાદ ગૌતમ ભાઈ અદાણી નાં જન્મ દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશન દ્વારાં મુંદરા ગુજઁર મેઘવાળ સમાજનાં સમસ્નાન ભૂમિ મધ્યે વૃક્ષારોપણ નું કાર્યક્રમ યોજવામાં આવેલ, આ પ્રસંગે મુંદરા – બારોઈ નગર પાલિકાના પ્રમુખ શ્રી કિશોરસિંહ પરમાર, ઉપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પાટીદાર, કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી ડાયાલાલ ભાઈ આહિર, અદાણી ફાઉન્ડેશન નાં પંક્તિબેન શાહ, દેવલબેન ગઢવી, નગરસેવક શ્રી દિલીપભાઈ ગોર, આયોજન નાં પ્રણેતા મુંદરા તાલુકા ગુજઁર સમાજનાં પ્રમુખ, નગરસેવક શ્રી હરીભાઇ ગોહિલ, મુંદરા શહેર ભાજપ નાં ઉપ પ્રમુખ શ્રી જનકભાઈ સોલંકી, મુંદરા તાલુકા અનુસુચિત જાતિ ભાજપ મોરચા નાં ઉપ પ્રમુખ શ્રી મેઘજીભાઈ સોધમ, જીગરભાઈ ગોહિલ, નરેશભાઈ ચાવડા, અદાણી ફાઉન્ડેશન નાં પદાધિકારીઓ, ગુજઁર સમાજનાં આગેવાનો, પાલિકાનાં સફાઇ કામદારો ઉપસ્થિત રહ્યાં હતાં,