गुजरात

અમદાવાદીઓને કેમ પસંદ છે વિદેશી ખજૂર, જાણો તેની પાછળના જોરદાર કારણો

અમદાવાદ: સ્વાસ્થ્યની દૃષ્ટિએ અત્યંત લાભકારક ખજૂરની માર્કેટમાં બોલબાલા છે. અમદાવાદમાં ખાસ વિદેશથી ખજૂરને આયાત કરવામાં આવે છે. જેનો જથ્થો આપ સુધી પહોંચે છે. વિદેશી ખજૂર અમદાવાદીઓને પ્રિય છે. જીહા અમદાવાદીઓ માટે આજકાલ ખજૂર ખૂબ જ ખાસ થઈ ગઈ છે જેની પાછળના કારણો છે ખજૂરના ગુણો.

ગુણવત્તા સભર ખજૂર લેવા માટે પણ અમદાવાદીઓ વિદેશી ખજૂર પર પસંદગી ઉતારે છે. જેમાં અલગ અલગ પ્રકારની ખજૂર અમદાવાદીઓને મોહક લાગે છે આ અંગે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતા મોહનભાઈનું કેહવું છે કે, કોરોના બાદ તેમનું પરિવાર ખજૂર રોજ ખાય છે અને કલ્મી ખજૂર જ તેઓ દર મહિને ખરીદે છે.

અમદાવાદમાં ઓમાન, મદીના ઈરાક અને ઈરાનની આવેલી ખજૂરની બોલ બોલા છે. જેમાં મદીનાથી આવેલી આજવા અંબર અને કલમી ખજૂર માર્કેટમાં સૌથી વધારે મળે છે. જેનો ભાવ ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયે કિલો હોય છે. તો બીજી તરફ સોફ્ટ ખજૂર માટે ઈરાનની ખજૂર પણ લોકોની ફેવરિટ હોય છે.

Related Articles

Back to top button