વડોદરા લવ જેહાદ: આરોપી સમીર કુરેશીના મોબાઇલમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર તસવીરો મળી

વડોદરા: રાજ્યમાં ધર્મ સ્વતંત્રતાના કાયદો અમલી બન્યા બાદ પ્રથમ કેસ વડોદરા શહેર માં નોંધાયો હતો. જે બાદમાં બીજી કિસ્સો વાપી માં નોંધાયો છે. વડોદરાના કિસ્સામાં પોલીસે તપાસ માટે આરોપી સમીર કુરેશી નો મોબાઇલ જપ્ત કર્યો છે. મોબાઇલમાં તપાસ કરતા તેમાંથી પીડિત શિક્ષિકા યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે. પોલીસે વધારે તપાસ માટે સમીરનો મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં મોકલ્યો છે. બીજી તરફ આ કેસમાં પોલીસે આરોપી સામે વધુ બે કલમનો ઉમેરો કર્યો છે. એવી પણ વિગતો મળી રહી છે કે આરોપી યુવક અન્ય હિન્દુ યુવતીઓના પણ સંપર્કમાં છેે.
શું છે કેસ?
વડોદરાના સમીર કુરેશીએ પોતાને ખ્રિસ્તી જણાવીને એક શિક્ષિકા યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. સમીર સાથે પીડિત યુવતીની મુલાકાત સોશિયલ મીડિયાના માધ્યમથી થઈ હતી. જે બાદમાં આરોપી સમીર અબ્દુલ કુરેશીએ શિક્ષિકા પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં આરોપીએ બળજબરીથી શિક્ષિકાનું ધર્મ પરિવર્તન કરાવીને તેની સાથે નિકાહ પણ કરી લીધા હતા. આ કેસમાં યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સમીર કુરેશીની ધરપકડ કરી હતી. સમીરે યુવતીને પોતાની ઓળખ માર્ટિન તરીકે આપી હતી. ફરિયાદ બાદ પોલીસે સમીરનો મોબાઇલ ફોન પણ કબજે લીધો હતો. જેમાંથી પીડિત યુવતીની નિર્વસ્ત્ર હાલતમાં તસવીરો મળી આવી છે.
પોલીસ તપાસમાં યુવતીનું બળજબરીથી ધર્મ પરિવર્તન થયું હોવાનું સામે આવતા ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021ની કલમ પાંચનો ઉમેરો કર્યો છે. આ ઉપરાંત સમીરે ખોટી ઓળખ આપી હોવાથી કલમ 419નો પણ ઉમેરે ક્યો છે.
પોલીસે આરોપીના રિમાન્ડ જ ન માગ્યા
ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારા અધિનિયમ 2021ના પ્રથમ કિસ્સામાં આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, આ કિસ્સામાં પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે તેને જેલ હવાલે કરી દેવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી સમીરની મદદ કરનાર તેના પિતા અબ્દુલ કુરેશી, માતા ફરીદા, નણંદ રુકસાર તથા મિત્ર અલ્તાફ ચૌહાણ અને નૌશાદ શેખની શોધખોળ શરૂ કરી છે.