गुजरात

વલસાડનો કળિયુગી કપૂત: 95 વર્ષના વૃદ્ધ પિતાને ઢોર માર માર્યો, ઢસડીને ઘરે લઈ ગયો

વલસાડ: વલસાડ જિલ્લાના મૂળી ગામ માં એક કળિયુગી કપૂત પોતાના 95 વર્ષીય વૃદ્ધ પિતાને માર મારતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થઈ રહ્યો છે. કળિયુગી પુત્રએ સાવરણા અને પાઇપથી સગા પિતાને માર માર્યો હતો. ઘટનાને લઈને નરાધમ પુત્ર સામે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. બનાવની વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના છેવાડે આવેલા મુળી ગામના મહેતા ફળિયામાં રહેતા 95 વર્ષીય ભીખાભાઈ હળપતિ પોતાના મોટા પુત્ર રમણ હળપતિ સાથે રહે છે. જોકે, રમણ હળપતિ અવારનવાર પોતાના વૃદ્ધ પિતા પર શારીરિક ત્રાસ ગુજારતો હતો અને પિતાને માર મારતો હતો. અવારનવાર પુત્રના હાથનો માર સહન ન ન થતાં તેઓ પોતાના નાના પુત્રના ઘરે ગયા હતા. આ ઘટનામાં વૃદ્ધના પૌત્રની ફરિયાદ બાદ પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે.

પિતાએ નાના પુત્રને ફરિયાદ કરી

પિતાએ નાના પુત્રના ઘરે જઈને પોતાના પૌત્રને પોતાના પર ગુજારવામાં આવતા ત્રાસ અંગે વાત કરી હતી. સાથે કહ્યું હતુ કે, મોટા પુત્ર રમણ હળપતિના શારીરિક અને માનસિક ત્રાસના કારણે હવે તેઓ કંટાળી ગયા છે અને નાના પુત્ર શંકર હળપતિના ઘરે રહેવા આવવા માંગે છે. આ સમયે જ વૃદ્ધનો મોટો પુત્ર રમણ હળપતિ નાના ભાઇના ઘરે આવી ગયો હતો.

પૌત્રએ વીડિયા ઉતારી લીધો

પિતાએ પરિવારજનોને કરેલી ફરિયાદ વિશે જાણીને રમણ હળપતિએ પોતાના 95 વર્ષીય વૃદ્ધ પિતાને બેરહમીથી માર માર્યો હતો. એટલું જ નહીં, તેમને ફળિયાની વચ્ચેથી ઢસડીને ઘર સુધી લઈ ગયો હતો. આ સમગ્ર ઘટના વૃદ્ધના પૌત્રએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી. જે બાદમાં આ પુરાવા સાથે વૃદ્ધને માર મારનાર પોતાના કાકા વિરુદ્ધ વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.

Related Articles

Back to top button