गुजरात

કાગવડ : ખોડલધામે લેઉવા-કડવા પાટીદાર મોભીઓનું ‘મહામંથન,’ નરેશ પટેલે કર્યા AAPના વખાણ

કાગવડથી : ગુજરાતના રાજકારણમાં ફરી પાટીદારોને નેતૃત્વ મળે તે માટે સામાજિક આગેવાનો સક્રિય થયા છે. આજે વીરપુરના કાગવડ ખાતે આવેલા ખોડલધામે રાજકીય અને સામાજિક દાખલો બેસે તેવી બેઠક યોજાઈ. પાટીદારોની બે મુખ્ય ડાળ સમાન લેઉવા અને કડવા પાટીદાર સમાજના તમામ મોટા માથાએ એકઠા થયા. પાટીદારોના આ ‘મહામંથન’માં સમાજને રાજકીય શીર્ષ નેતૃત્વ અપાવવા ચર્ચા થઈ, આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના સૌરાષ્ટ્રના સુપ્રીમો નરેશ પટેલ  આમ આદમી પાર્ટીના  દિલથી વખાણ કર્યા. નરેશ પટેલે પાટીદાર મુખ્યમંત્રી બને એવી ઈચ્છા પણ વ્યકત કરી.

નરેશ પટેલે કહ્યું, ‘થોડા મહિના પહેલાં ઊંઝા ખાતે માતાજી ઉમિયાના ધામે લેઉવા પટેલ સમાજાના આગેવાનો દર્શને ગયા હતા. ત્યાં અમે જે ચર્ચા કરી હતી તેના અનુસંધાનમાં જ આજે એકઠાં થયા છીએ. કોરોનાની બીજી લહેરના કારણે એ ચર્ચા આગળ ધપાવી શકાય નહોતી.

Related Articles

Back to top button