गुजरात

AMTSના પાસ ધારકો માટે સારા સમાચાર: કોરોનાને કારણે બસ બંધ રહેતા પાસ ધારકોના પાસની મુદત વધારાશે

કોરોના મહામારીના પગલે બંધ પડેલ એએમટીએસ બસ સેવાના પાસ ધારકો માટે રાહત આપતા સમાચાર આવ્યા છે. એએમટીએસના પાસ ધારકો માટે પાસની મુદતમાં વધારો કરવાનો નિર્ણય એએમસી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે . આથી પાસ ધારકોને બાકી રહેતા દિવસ મુજબ વેલિડીટી વધારી અપાશે.

એએમટીએસ ચેરમેન વલ્લભભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ૧૮ માર્ચથી ૬ જૂન સુધી શહેરમાં કોરોના સંક્રમણ અને કોરોના કેસ સતત વધતા કેસની સંખ્યાને પગલે એએમટીએસ બસો બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો હતો . આ સમયગાળામાં એએમટીએસના મુસાફરીને લગતા માસિક / ત્રિમાસિક / મન પસંદ પાસ જે પણ પાસ ધારક પ્રવાસીઓ કાઢેલ હશે . તેવામાં કોરોના પગલે બંધ રહેલ સેવા એટલા સમય દરમ્યાન જે પણ પાસ ધારક પાસનો ઉપયોગ કરી શક્યો ન હોય . તેવા પાસ ધારકો માટે પાસની વેલિડીટી વધારી આપવામા આવશે .

કારણ કે, ત્રણ મહિના બસ બંધ હતી એને ધ્યાનમાં લઇ બાકી રહેતા દિવસો સરભર કરી અપાશે. પાસ વેલિડીટી વધારવા માટે રિટઝ હોટલ લાલ દરવાજા , સાંરગપુર ટર્મિનલ , વાડજ ટર્મિનલ ખાતે સવારે ૮:૩૦ થી બપોરના ૩ સુધી આ બાબતમાં જાહેર રજા કે તહેવારના દિવસો સિવાય આગામી ૧૫ જૂન થી ૨૬ જૂન દરમિયાન જવાનું રહેશે.

Related Articles

Back to top button