गुजरात

ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? આગામી પાંચ દિવસ ક્યાં ક્યાં પડશે વરસાદ?

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.  ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસા નું આગમન થશે. કેરળ માં 3 જૂને ચોમાસુ બેસશે. તેમજ આગામી 5 દિવસ વાતાવરણ વાદળછાયું રહેશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વલસાડ,નવસારી,ડાંગ તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર રાજકોટમાં 3 અને 4 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ (ટ્રફ) છે જેને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં ૧૦ વર્ષમાં પ્રથમવાર મેમાં પારો ૪૩ને પાર પણ થયો નહીં. મે મહિનામાં સામાન્ય રીતે ૪૪થી વધુ ગરમી પડતી હોય છે. વાવાઝોડા, વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સથી ગરમીનું પ્રમાણ સામાન્ય રહ્યું. અમદાવાદમાં ૫-૬ જૂનના વરસાદની આગાહી છે.

Related Articles

Back to top button