गुजरात

અમદાવાદ : રેમડેસિવિર બાદ હવે મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની છેતરપિંડી, ગઠિયો 1.25 લાખ પડાવી ગયો

અમદાવાદ: રેમડેસીવીર ઇન્જેક્શનના કાળા બજાર બાદ હવે મ્યુકોરમાઇકોસીસના ઇન્જેક્શનની પણ કાળા બજારી થઈ રહી છે. વસ્ત્રાલમાં રહેતા એક યુવકના પિતાને આ રોગ થતા તેને ડૉક્ટરે 30 ઇન્જેક્શન લાવવા જણાવ્યું હતું. દરમીયાનમાં તેને મિતેષ ગજ્જર નામના વ્યક્તિનો સંપર્ક થયો હતો. જેણે એક ઇન્જેક્શનની 5500 રૂ. કિંમત જણાવતા યુવકે 50 ઇન્જેક્શન માંગી 1.25 લાખ ચૂકવ્યા હતા. પણ ઇન્જેક્શન ન મળતા અને રૂપિયા ચાઉ થઈ જતા યુવક ખરાબ પરિસ્થિતિ માં મુકાયો હતો. દરમિયાનમાં આ યુવકને જાણ થઈ કે મિતેષ નામના વ્યક્તિની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેથી તેણે નરોડામાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના વસ્ત્રાલ ખાતે આવેલી રાધે પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપભાઈ પટેલ ઓઢવ જીઆઈડીસીમાં નોકરી કરે છે. તેઓના પિતાને વીસેક દિવસ પહેલા કોરોના થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને સારું થતાં ઘરે લાવી દીધા હતા. ત્યાર બાદ ગત 12મી મેના રોજ તેમના પિતાને મોઢાના ભાગે સોજા જેવું આવતા નરોડા પાટિયા સિટી સેન્ટરમાં આવેલી ગુજરાત હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.

Related Articles

Back to top button