गुजरात

ભુજના નગરપતિ દ્વારા અનુ.જાતિ પૈકીની વાલ્મીકી સમાજ માટે અસંવિધાનીક શબ્દ નો પ્રયોગ બદલ એટ્રોસીટી હેઠળ FIR નોંધવા માંગ

કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

તસ્વીર, નથુભાઈ ગોહિલ

ભુજ : શહેરના નગરપતિ ઘનશ્યામ ઠક્કર દ્વારા સોશ્યલ મીડિયામાં વાયરલ એક વિડીયોમાં અનુસુચિત જાતિમાં આવતી વાલ્મીકી સમાજ માટે અણછાજતો અને અપમાનીત શબ્દનો પ્રયોગ કરાતા , તેમના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવા માંગ ઉઠી છે . આ મુદે આજે પશ્ચિમ કચ્છ એસ.પી. સમક્ષ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા રજુઆત કરવામાં આવી છે . તેઓએ જણાવ્યું કે સોશ્યલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો છે . જેમાં ભાજપ શાસિત ભુજ નગરપાલીકાના પ્રમુખ દ્વારા વાલ્મીકી સમાજને અપમાનિત કરતા શબ્દનો પ્રયોગ કરાયો છે . આઝાદીના આટલા વર્ષો બાદ પણ જાણે માનસિકતા બદલાઇ ન હોય , તેમ સવર્ણ લોકો દ્વારા અનુસૂચિત જાતિ સમાજ માટે આવા શબ્દ પ્રયોગ કરવામાં આવે છે . ઉચ્ચ હોદા પર બિરાજમાન , જેમને ભુજ શહેરના પ્રથમ નાગરિક નો દરજજો મળેલ છે , તેવા ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કર દ્વારા આવા જાતિ અપમાનિત શબ્દ પ્રયોગ કરવાથી તેમની માનસિકતા છતી થઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે ભુજના નગરપતિ દ્વારા જાતિ અપમાનિત શબ્દ ઉચ્ચારણ કરી , સમગ્ર સમાજની લાગણી દૂભાવવા બદલ એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થાય તેવી માંગ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા કરવામાં આવી છે . આ મુદે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ અગ્રણી નરેશભાઈ મહેશ્વરી , જિલ્લા પ્રમુખ હિતેશભાઈ મહેશ્વરી, સાથે હોદેદારો જોડાયા હતા

Related Articles

Back to top button